GSTV

મંત્રીમંડળ : રાજભવન ખાતે શપથવિધિની તૈયારીઓ પૂર્ણ, 4:20થી 6 વાગ્યા સુધીમાં કાર્યક્રમ આટોપી લેવા આયોજન

Last Updated on September 15, 2021 by Bansari

ગુજરાતના રાજકારણમાં ધરખમ પરિવર્તન જોવા મળી રહ્યું છે. રાજ્યમાં જ્યારે વિજય રૂપાણીએ એકાએક રાજીનામું ધરી દીધું હતું ત્યારે સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં. બાદમાં નવા મુખ્યમંત્રી તરીકે જ્યારે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે પણ સૌ કોઇ વિચારતું રહી ગયું હતું. ત્યારે હવે વધુમાં જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના નવા મંત્રીમંડળમાં પણ જ્યારે ‘નો રિપીટ થિયરી’ વિશે જાણવા મળી રહ્યું છે ત્યારે જૂના જોગીઓ વિચારતા રહી ગયા છે. તેમજ નારાજ મંત્રીઓ વિજય રૂપાણીને પણ મળવા પહોંચી ગયા છે. જો કે, તમને જણાવી દઇએ કે, આજ રોજ સાંજના 4:20 કલાકે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે એવું જાણવા મળી રહ્યું છે.

આજ સાંજ સુધીમાં જ શપથવિધિ પૂર્ણ થઇ જશે. સાંજે છ કલાક પહેલાં કાર્યવાહી આટોપી લેવાશે. રૂપાણી ટીમનાં તમામ મંત્રીઓ પડતા મુકાશે. નવી ટીમમાં 20 મંત્રીઓ શપથ લઇ શકે છે. 8થી 9 કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ પણ શપથ લેશે. 11થી 12 રાજ્યકક્ષાનાં પ્રધાનો બનશે. હાલમાં શપથવિધિને લઇને રાજભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. મુખ્યમંત્રી કાર્યાલયનાં સંદેશાની રાહ જોવાઇ રહી છે. સાંજના 4:20 વાગ્યાની આસપાસ શપથવિધિ યોજાવાની શક્યતા સેવાઇ રહી છે. સાંજના 6 વાગ્યા પહેલાં કાર્યક્રમ પૂર્ણ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.

ભાજપના આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા મંત્રીઓને ડ્રોપ કરી દેવાશે તેવી શક્યતા સેવાઇ રહી છે. એટલું જ નહીં પરંતુ જૂના ચહેરાઓ સામે એન્ટી ઈન્કમ્બન્સી ઊભી ના થાય તે માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. તદુપરાંત રૂપાણી સરકારના મંત્રીઓમાં બચુ ખાબડ, વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના નેતાઓને સ્વર્ણિમ સંકુલની ઓફિસો ખાલી કરવા અંગે સૂચના અપાઈ છે જેથી હાલમાં સ્વર્ણિમ સંકુલની ઓફિસો પણ ખાલી જોવા મળી રહી છે.

READ ALSO :

Related posts

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari

ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી બરોડા ડેરી સામે માંડ્યો મોર્ચો, બોર્ડ સામે રાખી આ માંગ: ભાજપ નેતા મામલો શાંત પાડવા પહોંચ્યા ઘરે

Zainul Ansari

અમદાવાદ: ગણેશ વિસર્જનને લઈને મહાપાલિકાએ સાબરમતી નદીના કિનારે કૃત્રિમ કુંડ બનાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!