GSTV

શપથગ્રહણ/ પૂર્વ સીએમ રૂપાણીને મળે તે પહેલા જ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ડે.સીએમને મળવા, નીતિન પટેલે કહ્યું : હું નારાજ નથી પાર્ટીએ ઘણું આપ્યું છે

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરતા પહેલા ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી. ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલના નિવાસસ્થાને પહોંચી શુભેચ્છા મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આશરે 15 મિનિટ મુલાકાત ચાલી. જે બાદ નીતિન પટેલે જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ મારા વર્ષો જૂના મિત્ર છે. વર્ષોથી અમારી વચ્ચે પારિવારિક સંબંધ છે. ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયનું મેં જ ઉદ્દઘાટન કર્યું હતું. હું ભૂપેન્દ્ર પટેલની સાથે જ છું. તેમને જ્યારે જરૂર પડે ત્યારે હું માર્ગદર્શન આપીશ. હવે અમે સૌ સાથે મળીને કામ કરીશું.

શુભેચ્છા મુલાકાત

ગુજરાતના મુખ્યપ્રધાન પદની રેસમાં છેક સુધી ફ્રન્ટ રનર રહેલા નીતિન પટેલે ફરી એક વખત તેમના સીએમ ન બની શકવા અંગે પ્રતિક્રિયા આપી. નીતિન પટેલે જણાવ્યું કે મુખ્યપ્રધાન ન બનવાથી હું નારાજ નથી. હું મુખ્યપ્રધાન ન બની શક્યો તેમાં કોઇ દર્દ કે અફસોસની વાત નથી.

બધાને બધું મળે એ જરૂરી નથી હોતું. પાર્ટીનો નિર્ણય માનવો એ મારી જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. પક્ષે મને સૌથી વધુ સમય સુધી કેબિનેટમાં રહેવાનું સન્માન આપ્યું છે. કેશુભાઇથી લઇને આનંદીબેન સુધી એમ તમામ મુખ્યપ્રધાનોની સરકારમાં હું પ્રધાન રહ્યો છું. નીતિન પટેલે જણાવ્યું કે કોઇ પણ નેતા હોય કે કાર્યકર. પ્રજાના હૃદયમાં તેનું સ્થાન હોવું જોઇએ.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Related posts

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

કરોડોનું આંધણ/ તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરતા દેખાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!