GSTV
ટોપ સ્ટોરી

ગુજરાતના નવા મુખ્યમંત્રી એટલે આનંદીબેનના અત્યંત વિશ્વાસુ, જાણો કેવી રહી છે ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી

bhupendra-patel-new-cm-of-guj

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામને લઇ ગઇ કાલથી જ ગુજરાતના રાજકારણમાં તેમજ સટ્ટા બજારમાં અવનવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે આખરે ગુજરાતના 17માં મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. જેમાં ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે અહીં જોઇશું કે આખરે તેઓની રાજકીય કારકિર્દી શું રહી હતી?

bhupendra-patel-cm

જાણો કોણ છે ભૂપેન્દ્ર પટેલ?

  • ૧.૧૭ લાખ મતોની લીડ સાથે જીત્યા હતાં ચૂંટણી.
  • ઔડાના ચેરમેન રહી ચૂક્યાં છે ભૂપેન્દ્ર પટેલ.
  • અમદાવાદ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યાં.
  • પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ.
  • આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયામાંથી લડ્યા હતા ચૂંટણી.
  • પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ.
  • ભાજપના જમીનીસ્તરના કાર્યકર.
  • તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
  • ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે.
  • પાટીદાર સમાજના મજબૂત પકડ ધરાવતા નેતા છે.
  • તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે.
  • 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતાં.
  • 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી.
  • 1987થી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સાથે સંકળાયેલા છે.

ALSO READ:

Related posts

મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે

pratikshah

ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ

Kaushal Pancholi

વિવિધ મંદિરોમાં ચોરી કરનાર માત્ર 19 વર્ષનો જુવાન, પોલીસ પણ મોડેસ ઓપરેન્ડી જાણીને અંચબામાં પડી ગઈ

pratikshah
GSTV