GSTV
Home » News » નિક જોનાસને લઇને આ Hot એક્ટ્રેસે વ્યક્ત કરી એવી ઇચ્છા કે સાંભળીને પ્રિયંકાને આવશે ગુસ્સો!

નિક જોનાસને લઇને આ Hot એક્ટ્રેસે વ્યક્ત કરી એવી ઇચ્છા કે સાંભળીને પ્રિયંકાને આવશે ગુસ્સો!

ફિલ્મ મેકર કરણ જોહરના ચેટ શૉ કૉફી વિથ કરણ હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ આ શૉમાં ભૂમિ પેડનેકર અને રાજકુમાર ગેસ્ટ બનીને આવ્યાં હતા. શૉ દરમિયાન  બંને સ્ટાર્સે અનેક ખુલાસાઓ કર્યા.

શૉમાં કરણ જોહરે બંને સ્ટાર્સને અનેક સવાલ કર્યા જેના જવાબ બંને સ્ટાર્સે કોઇ ખચકાટ વિના આપ્યાં. આ દરમિયાન જ ભૂમિએ એવી વાત કહી જેને સાંભળીને પ્રિયંકાને ગુસ્સો આવી શકે છે.

હકીકતમાં કરણે ભૂમિને પૂછ્યું કે તે કઇ એક્ટ્રેસના પતિને ડેટ કરવા માગે છે. તેનો જવાબ આપતા ભૂમિએ કહ્યું કે, તે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસને ડેટ કરવા માગે છે. તે ખૂબ જ સારો છે. તેના ગીતો સાંભળતા જ હું મોટી થઇ છું. તે ખૂબ જ ક્યૂટ છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ભૂમિની ફિલ્મ સોનચીડીયા ટૂંક સમયમાં રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં ભૂમિ સાથે સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે.

રાજકુમારની વાત કરીએ તો તે ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’માં નજરે પડશે. આ ફિલ્મમાં તેની ઓપોઝીટ સોનમ કપૂર છે. આ ફિલ્મ 1 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે. આ ઉપરાંત રાજકુમાર ‘મેન્ટકલ હૈ ક્યા’ ફિલ્મમાં જોવા મળશે.

Read Also

Related posts

બેગૂસરાયની જનતાએ કન્હૈયાને નકારી આ કારણે ગિરિરાજસિંહને આપ્યો બહુમત

Nilesh Jethva

પરેશ ધાનાણીની હાર પર બાવકુભાઈ ઉંઘાડે માર્યો ટોણો, કામ કરવું નથી ને મત માંગવા છે

Nilesh Jethva

લાલ બહાદુર શાસ્ત્રીના પૂત્રએ કોંગ્રેસની હાર માટે આ બે કારણોને જવાબદાર ગણાવ્યાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!