GSTV

કઠુઆ ગેંગરૅપ : પર ભૂમિ પેડનેકરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું ‘આપણી આગામી પેઢીઓનું શું થશે’

Last Updated on April 20, 2018 by Bansari

કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપની ઘટનાના કારણે દેશભરમાં રોષનો માહોલ છે. આ ઘટનાનો વિરોધ ફક્ત સામાન્ય જનતા જ નહી પણ બોલીવુડ સ્ટાર્સ પણ કરી રહ્યાં છે. આ મામલે હવે બોલીવુડની યંગ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. હકીકતમાં ભૂમિને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું તો તેણીએ જણાવ્યું કે જો રીતે બાબતો સામે આવી રહી છે, તે તેનાથી દુખી છે પરંતુ તેને હવે ન્યાયપાલિકા પર વિશ્વાસ છે. ભૂમિઓએ કહ્યું કે, આપણા દેશમાં જે પણ થઇ રહ્યું થે અને જે પ્રકારનો હાલ માહોલ છે તેનાથી એક મહિલા તરીકે હું ખૂબ જ દુખી અને ચિંતિત છું કે આપણી આવનારી પેઢીઓનું શું થશે? માનવતા ક્યાં જઇ રહી છે?

તેણે વધુમાં જણાવ્યું કે, આપણે હાલ જે જાનવર જેવી માનસિકતા જોઇ રહ્યાં છીએ, તે હ્રદય હચમચાવી નાંખે તેવી છે. હું એક આશાવાદી મહિલા છું. મને સિસ્ટમ પર વિશ્વાસ છે અને મને લાગે છે ટૂંક સમયમાં ન્યાય મળશે.

ભૂમિએ તેમ પણ જણાવ્યું કે, જે યુવતીઓ આ પ્રકારના અપરાધનો ભોગ બને છે, તેમને ન્યાય મળવો જોઇએ. લોકોમાં એટલો ભય હોવો જોઇએ કે આવા જઘન્ય અપરાધ કરીને તેઓ બચી નહી શકે.

Related posts

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!