GSTV
Home » News » સાંડકી આંખ ફિલ્મના શૂટીંગ સેટ પર ભૂમિ પેડનેકરના ચહેરાની ચામડી બળી ગઇ

સાંડકી આંખ ફિલ્મના શૂટીંગ સેટ પર ભૂમિ પેડનેકરના ચહેરાની ચામડી બળી ગઇ

ચહેરા ઉપર દાઝ્યાના ગંભીર ડાઘ પડી ગયા છે. ત્યારે ભૂમિની પી.આર. ટીમે એક તસ્વીર મોકલી છે જેમાં તેના ચહેરા પર મેકઅપથી દાઝી ગયાના ડાઘ દેખાતા જણાય છે. કોઇ પણ ફિલ્મ કલાકાર માટે તેનો ચહેરો મહત્વનો હોય છે. ચહેરાની ત્વચા ઉપર આ રીતે ડાઘ પડી જતા ભૂમિએ નિષ્ણાંત તબીબની સલાહ લીધી છે અને શૂટીંગ ચાલુ રાખ્યું છે.

ફિલ્મના દિગ્દર્શક તુષાર હીરાનંદાની અને નિર્માતા અનુરાગ કશ્યપને અગવડતા ન પડે એટલે આ વાતને ફિલ્મના શૂટીંગ આડે આવવા દીધી નથી. ફિલ્મમાં કામ કરતા કુએ જણાવ્યું કે ભૂમિ આ ફિલ્મમાં પોતાની બહેન પ્રકાશી(તાપસી તન્નુ) સાથે દુનિયાની સૌથી મોટી ઉંમરની શાર્પ શૂટર મહિલા ચંદૃો તોમરની ભૂમિકા ભજવી રહી છે.

ભૂમિને આ માટે ૩ કલાક પોતાનો મેકઅપ કરવો પડે છે અને ઉત્તરપ્રદેશની આકરી ગરમીમાં આઠ કલાકથી વધુ શૂટીંગ કરવું પડે છે. સખત ગરમી અને ધૂળ વચ્ચે શૂટીંગ કરવાથી ભમિની ચામડી અંદર અંદરથી બળવા લાગી છે. એ એક ચુસ્ત સમયપત્રક પ્રમાણે કામ કરી છે અને ફિલ્મને ઝડપથી પૂર્ણ કરવાની હોવાથી ભૂમિએ આ વાતને ધ્યાનમાં લીધી નથી અને ફિલ્મનું શૂટીંગ ચાલુ રાખ્યું છે.

જ્યારે ભૂમિએ પહેલા સોશ્યલ મિડીયામાં પોતાની ચામડી બળી ગયા અંગેની એક તસ્વીર શેર કરી હતી અને પાછળથી તેને હટાવી લીધી હતી. ભૂમિની ટીમે જણાવ્યું કે ફિલ્મનો મેકઅપ બહુ મહત્વનો છે. ફિલ્મમાં બે મોટી ઉંમરની મહિલાઓને બતાવવાની હોવાથી લેટેકસ અને ચોંટી જતા રસાયણોના મિશ્રણ અભિનેત્રીના ચહેરા ઉપર દરરોજ લગાડવામાં આવે છે. અમે બહુ ઉચા તાપમાનમાં શૂટીગ કરીએ છીએ જેનાથી ભૂમિની ચામડી બળવા લાગી છે.પહેલા એક તલ જેવા નાના દાણા સ્વરૃપે દેખાતી હતી પણ હવે આખા ચહેરા પર ફેલાઇ ગઇ છે. ભુમિએ જણાવ્યું કે તેણે આ માટે ચામડીના નિષ્ણાંતની સલાહ લીધી છે.

READ ALSO

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!