GSTV
Home » News » ફિલ્મના શૂટિંગ પહેલા ભૂમિ પેડનેકર થઈ રૂમમાં બંધ, એક દિવસ સુધી નીકળી નહીં બહાર

ફિલ્મના શૂટિંગ પહેલા ભૂમિ પેડનેકર થઈ રૂમમાં બંધ, એક દિવસ સુધી નીકળી નહીં બહાર

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેની અપકમિંગ ફિલ્મ પતિ પત્ની ઓર વોનું શૂટિંગ શરૂ થવાના 2 દિવસ પહેલા લખનઉ પહોંચી ચૂકી છે. પ્રોડક્શન ટીમની માનવામાં આવે તો ભૂમિએ રોલની તૈયારી કરવા માટે પોતાની જાતને શૂટિંગના થોડા સમય પહેલાં એક રૂમમાં બંધ કરી દીધી હતી.

તે થોડા સમય માટે રૂમમાં બંધ રહી હતી. એક રિપોર્ટ મુજબ,’મોટા ભાગના લોકો એ વાત જાણતા નથી કે ભૂમિ ફિલ્મનું ફાઈનલ શૂટિંગ શરૂ થયાના થોડા દિવસ પહેલા ટ્રાવેલ કરે છે. આ તેની તૈયારી કરવાની રીત છે, તેનાથી તે શૂટિંગ સ્થળ પર ફિટ રહે છે અને પોતાના અભિનયને ન્યાય આપી શકે છે.

તેની આવનારી ફિલ્મ પતિ પત્ની ઔર વોના શૂટિંગના 2 દિવસ પહેલા જ લખનઉ પહોંચી ગઈ હતી. તેણે શહેરના વાતાવરણનું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન કર્યું અને હોટલોના રૂમમાં પૂરાઈ ગઈ.’ જે સમય દરમિયાન તે પોતાને રૂમમાં બંધ કરે છે ત્યારે બધી વસ્તુઓને ફરી મેમોરાઈઝ કરે છે.

એક સૂત્રએ બતાવ્યું કે, હકીકતમાં તે રૂમમાં પૂરાઈ ગઈ હતી અને ખાલી પ્રોડક્શન ક્રૂ સાથે વાતચીત કરી જ્યારે તે ગ્રીટ કરવા આવ્યા. સવારે 6 વાગ્યાથી રૂમમાં પૂરાઈ હતી અને બપોર સુધી રૂમમાંથી બહાર નહોતી આવી. ભૂમિ શૂટિંગના એક દિવસ પહેલા આવું જ કંઈક કરે છે.

આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર ઉપરાંત કાર્તિક આર્યન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અનન્યા પાંડે પણ ફિલ્મમાં જોવા મળશે. આ એક રિમેક ફિલ્મ છે, જેમાં કાર્તિક અને ભૂમિ પતિ પત્ની છે અને અનન્યા કાર્તિકની સેક્રેટરીની ભૂમિકા કરી રહી છે.

Read Also

Related posts

તાપસી પન્નુની ‘થપ્પડ’ના પડ્યા પડઘા, પહેલા જ દિવસે હલાવી દીધુ બોક્સ ઓફિસ

Arohi

લાંબા સમય બાદ કપૂર સિસ્ટર્સ આ સુપરહિટ ફિલ્મની સિક્વલમાં એક સાથે જોવા મળશે

Mayur

સલમાનને મને બે ફિલ્મોની ઓફર કરી હતી, પૂર્વ બિગબોસ વિજેતાનો દાવો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!