GSTV
India

ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી

 

મંદિરોમાં મહિલાઓના પ્રવેશ માટે આંદોલન ચલાવી રહેલી ભૂમાતા બ્રિગેડના અધ્યક્ષ તૃપ્તિ દેસાઈની પોલીસે અટકાયત કરી છે. તૃપ્તિ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે શિરડી જઈ રહ્યા હતા. પુણે ખાતે અટકાયતની કાર્યવાહી વખતે તૃપ્તિ દેસાઈ અને પોલીસ વચ્ચે ખાસી બોલાચાલી પણ થઈ હતી. પોલીસે તૃપ્તિ દેસાઈને ઉઠાવીને કારમાં નાખી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઈંબાબાની સમાધિના એકસો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ચાલી રહેલા મહોત્સવના સમાપન સમારંભમાં ભાગ લેવા માટે શિરડીની મુલાકાતે છે. ગુરુવારે તૃપ્તિ દેસાઈએ અહમદનગરના એસપીને પત્ર લખીને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાતની વ્યવસ્થા કરાવવામાં આવે.

તૃપ્તિ દેસાઈએ ચેતવણી આપી હતી કે જો વડાપ્રધાન મોદી સાથે તેમની મુલાકાતની વ્યવસ્થા નહીં કરવામાં આવે. તો તેઓ પોતાના સમર્થકો સાથે વડાપ્રધાનના કાફલાને શિરડી પહોંચતા પહેલા જ રોકશે. સામાજિક કાર્યકર્તા તૃપ્તિ દેસાઈએ કહ્યું છે કે તેમના ઘરની બહાર સવારથી જ પોલીસ તેનાત હતી. જેવા તેઓ પોતાની સમર્થકો સાથે ઘરની બહાર નીકળ્યા કે પોલીસે તેમની અટકાયત કરી હતી.

તૃપ્તિ દેસાઈએ કહ્યું છે કે વિરોધ કરવો તેમનો બંધારણીય અધિકાર છે. તેમને ઘરમાં જ રોકી લેવામાં આવ્યા છે અને આ તેમના અવાજને દબાવવાની કોશિશ છે. મહત્વપૂર્ણ છે કે કેરળ ખાતે આવેલા સબરીમાલા મંદિરમાં દશથી પચાસ વર્ષના વયજૂથની મહિલાઓના પ્રવેશ પર રોકને લઈને બીજા દિવસે પણ તણાવ યથાવત રહ્યો છે. સ્થાનિક મહિલાઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહી છે.

 

Related posts

Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના

HARSHAD PATEL

બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા

Padma Patel

ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત

Kaushal Pancholi
GSTV