GSTV
Home » News » ભૂજની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદ મામલે તપાસનો ધમધમાટ શરૂ, ચાર લોકો સામે નોંધાય FIR

ભૂજની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદ મામલે તપાસનો ધમધમાટ શરૂ, ચાર લોકો સામે નોંધાય FIR

ભૂજની સહજાનંદ ગર્લ્સ  કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારવા મામલે ચાર લોકો સામે FIR નોંધવામાં આવી છે.
ભૂજની સહજાનંદ ગર્લ્સ  કોલેજના પ્રિંસીપાલ, હોસ્ટેલ વોર્ડન ઉપરાંત હોસ્ટેલની બે મહિલા આસિસ્ટેંટ સામે FIR નોંધવામાં આવી છે.

આ ઉપરાંત ભૂજની સહજાનંદ ગર્લ્સ  કોલેજમાં બનેલી શરમજનક ઘટનાની નોંધ રાજ્ય સરકારે લીધી છે. તો આ ગંભીર મામલે મહિલા આયોગે પણ સુઓમોટો કરીને તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ ટ્રસ્ટીઓની બેઠકોનો દોર શરૂ થયો. જેમાં જવાબદારોની હકાલપટ્ટી થાય ત્યાં સુધીના પગલા લેવાય તેવી શક્યતા છે.

ગુજરાતના ઇતિહાસમાં ચકચારી કહી શકાય તેવી ઘટના ભૂજની સહજાનંદ ગલ્સૅ કોલેજમાં બની. વિદ્યાર્થિનીઓ પિરિયડમાં છે કે નહીં તેની તપાસ કોલેજના સંચાલકો દ્વારા કરાઇ. આ ઘટનાના હવે એવા ઘેરા પ્રત્યાઘાત પડયા છે કે રાજ્ય સરકારે આ ગંભીર ઘટનાની નોંધ લઇને આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કડક પગલા ભરશે તેવી વાત કરી છે. ભૂજની સહજાનંદ કોલેજમાં અનેક વિદ્યાર્થિનીઓ સાથે બનેલી આવી શરમજનક ઘટનાની નોંધ મહિલા આયોગે પણ લીધી.જેમાં મહિલા આયોગે આ સમગ્ર મામલે સુઓમોટો કરીને પોલીસને તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત નારી અદાલત દ્વારા દિકરીઓને મળીને તેમના નિવેદન લેવાની વાત કરી છે.

આમ રાજ્ય સરકાર અને મહિલા આયોગ સુધી પહોંચેલી આ ગંભીર ઘટના બાદ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટીઓ પણ સફાળા જાગ્યા છે. ટ્રસ્ટીઓએ બેઠક યોજીને એવો નિર્ણય કર્યો છેકે આ સમગ્ર ઘટના માટે જવાબદાર વ્યકિતને સંસ્થામાંથી બરતરફ કરાય ત્યાં સુધી પગલા ભરાશે. તો આ સમગ્ર ઘટનાને લઇને યુનિવર્સિટીના વીસી સહિત પ્રોફેસર્સે કોલેજની મુલાકાત લઈ તપાસ કર્યા બાદ અહેવાલ તૈયાર કરીને કલેકટરને સોંપ્યો છે.

નોંધનીય છેકે માસિક ધર્મના નિયમોનું ચુસ્ત પણે પાલન કરતી સહજાનંદ ગલ્સઁ કોલેજ અને હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના વસ્ત્રો ઉતરાવીને તપાસ કરવાની આ ઘટના સમગ્ર ગુજરાતમાં ગાજી છે. ત્યારે આ ઘટનામાં હવે રાજ્ય સરકાર, મહિલા આયોગ તેમજ ટ્રસ્ટી મંડળ તપાસમાં જોતરાયુ છે. ત્યારે આ ઘટનામાં ટૂંક સમયમાં જ મોટા પગલા ભરાય તેવી પૂરી શકયતા છે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!