GSTV
Home » News » ભુજ : જે વિદ્યાર્થિનીઓને માસિક હતું તેને ઉભી રાખવામાં આવી અને પછી વોશરૂમમાં લઈ જઈ…

ભુજ : જે વિદ્યાર્થિનીઓને માસિક હતું તેને ઉભી રાખવામાં આવી અને પછી વોશરૂમમાં લઈ જઈ…

ભુજથી મિરઝાપર રોડ પર આવેલી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયુટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને માસિકધર્મ પાળવાને લઈને કપડા ઉતારીને બાથરૂમમાં કડકાઈપુર્વક ચેકીંગ કરાતા હોબાળો મચી ગયો. સમગ્ર ઘટના બાદ જાતિય સતામણી કહી શકાય તેવી કોલેજ સંચાલકોની આ હરકતોને લઈને વાલીઓમાં ફીટકાર સાથે જબરો આક્રોશ પેદા થયો છે. અને આ કૃત્ય કરનાર તમામ સામે કડક પગલા લેવામાં આવે તેવી ઉગ્ર માગણી ઉઠી છે.

આજના આધુનિક જમાના એકતરફ પેડમેન જેવી ફિલ્મથી પીરીડયસને લઈને જાગૃત્તિ લવાઈ રહી છે તથા ભારત ચંદ્રયાન અને સમાનવચંદ્રમિશનની તૈયારી કરી રહ્યું છે. ત્યાં બીજી તરફ સરસ્વતીના મંદિરમાં જ ધાર્મિકતાની ઓથમાં મહિલાઓ સાથે આજે પણ આભડછેટ કરાતી હોવાની બાબત બહાર આવતા આ શરમજનક મુદો ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાર્થિનીઓ અને વાલીઓ સંચાલકો સામે કાયદાકીય પગલા ભરાય તેવી માગણી સાથે કોલેજ બહાર દેખાવો કર્યા હતા.

જેમને માસિક હતું તે વિદ્યાર્થિનીઓને ઉભી રાખવામાં આવી

વિદ્યાર્થીઓએ આક્ષેપ છે કે , આ ઘટના બહાર લાવીને વિરોધ કરવાના મુદ્દે અમારી પરીક્ષાના માર્કસ અને કરીયર પર પણ અસર થઈ શકે છે. ઉપરાંત અમને અહીંથી કાઢી નખાશે તેવો ભય પણ છે. આમ છતાં અમારી એક જ માંગણી છે કે, જે મહિલા સંચાલકોએ અમારી જોડે આ હરકત કરી છે તે તમામ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે. આ બાબત બહાર આવતા સંચાલકો દ્વારા તેના પર ઢાંકપીછોડાનો પ્રયાસ કરાયો હતો.

સંચાલકોએ વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી ઈમોશનલ બ્લેકમેઈલ કરી પગલાં લેવાની વાત જતી કરવા આગ્રહ કર્યો હતો. તેમજ લખાણ પણ લખાવી લીધું હતું. વિદ્યાથિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે હોસ્ટેલમાંથી કોલેજમાં ફોન કરાયો હતો કે છોકરીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવે. બાદમાં કોલેજના સંચાલકોએ ચાલુ કોલેજમાં વિદ્યાથનીઓને પેસેજમાં બેસાડી હતી. જે વિદ્યાથનીઓ માસિક ધર્મમાં હોય તેને ઊભી થવાનું કહેવાયું હતું. જેને પગલે બે છોકરીઓ ઊભી થઈને બાજુમાં બેસી જતાં તેમને એક બાદ એક એમ તમામ છોકરીઓને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી.

આ કેવો માનસિક ત્રાસ ?

વાલીઓનું કહેવુ છે કે, એકતરફ મહિલાઓને હાયરએજ્યુકેશન લઈને પુરૂષ સમોવડી બનાવવાની વાત કોલેજમાં શિખવાડાય છે. બીજીતરફ ધાર્મિકતાના નામે માસિકધર્મના પાલનના નામે માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે આ બાબત સ્વીકાર્ય નથી. કચ્છ યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ દર્શના ધોળકીયાએ જણાવ્યુ હતુ કે, મહિલા સાથે માનસિક ઉત્પીડન અને ભેદભાવ ભરી આ ઘટનાના પડધા રાજ્યભરમાં પડયા છે. ત્યારે આ બનાવની સત્યતા તથા વિગતની તપાસ કરાશે. તો બીજી તરફ દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જાતિય સતામણી સામે વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે મહિલા સુરક્ષા સેલ બનાવવાનો નિયમ છે. પરંતુ કોલેજો તો ઠીક મોટાભાગની યુનિવર્સિટીઓમાં પણ આવા સેલ ફક્ત કાગળ પર જ ચાલતા હોય છે.

Read Also

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા, નેતાઓનું પાણી મપાઇ જશે

Mayur

નમસ્તે ટ્રમ્પ: રોડ શોના રૂટને સેટેલાઇટથી સ્કેન કરાયુ, હથિયારધારી પોલીસને પણ ઉભા રહેવા નહીં મળે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!