GSTV
Business Trending

નમકીન પેકેટથી લઈને સાબુ સુધી, કંપનીઓએ કિંમતમાં નથી કર્યો વધારો, પરંતુ ઘટાડી દીધુ કદ

સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ઘણી કંપનીઓએ પોતાના પેકેટની કિંમતમાં વધારો કર્યો નથી. તમે વિચારતા જ હશો કે આ સારી વાત છે. પરંતુ આ અડધુ સાચું છે. બીજું અડધું સત્ય એ છે કે તેઓએ પેકેટમાં આવતા માલની માત્રામાં ઘટાડો કર્યો છે. ભુજિયા હોય કે પછી સાબુ. તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો તે બધી વસ્તુઓ, બધામાં કંપનીઓએ આ જ રમત કરી છે.

તેમના પેકેટ કે પેક વજનમાં હલકા થવા પાછળનું કારણ છે મોંઘવારી, પરંતુ પોતના પ્રોડક્ટની ડિમાન્ડ સ્થિર રાખવા માટે લગભગ દરેક કંપનીઓએ આ જ રણનીતિ અપનાવી છે. પેક વજનમાં હલકા થવા પર ગ્રાહકોને મોંઘવારીના ઝાટકા વચ્ચે મહેસુસ નથી થતી. જ્યારે ભાવ વધારવાથી મોંઘવારી સાફ દેખાય છે અને તે સંભવ છે કે ગ્રાહક સામાન ખરીદવાનું જ બંધ કરી દે.

કંપનીઓ ફિક્સ્ડ-પ્રાઇઝ વસ્તુઓના વજનને ઓછો કરીને હાઈ ઈનપુટ પ્રાઇઝ એટલે કે ઉત્પાદન કિંમત અડજસ્ટ કરી છે. તેમણે ઓછી આવકવાળા અને ગ્રામીણ ક્ષેત્રના ગ્રાહકને ધ્યાનમાં લઈને પ્રોડક્ટની કિંમત વધારવાના બદલે કદ અથવા વજન ઘટાડનવાની રીત અપનાવી છે. ખાદ્ય તેલ, અનાજ અને ઈંધણના વધતા ભાવ વચ્ચે, યુનિલિવર Plcની ભારતીય શાખા અને સ્થાનિક ગ્રાહક માલ કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ડાબર ઈન્ડિયા લિમિટેડ સહિત અન્ય કંપનીઓ તેમના સૌથી સસ્તા પૅકેજને વજનમાં હલકા કરી રહી છે.

અમેરિકામાં પણ ચાલે છે આ જ રણનિતી

નિષ્ણાતો માને છે કે કંપનીઓ દ્વારા પેકેટનું વજન ઘટાડવું એ ભારત માટે નવી વાત નથી. યુ.એસ.માં, સબવે રેસ્ટોરન્ટ્સ, ડોમિનોઝ પિઝા સહિતની અન્ય કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે ઉત્પાદનને નાનું કરવાની વ્યૂહરચના અપનાવે છે. કંપનીઓએ આ વ્યૂહરચના એવા સમયે અપનાવી છે જ્યારે ભારતીય ગ્રાહક ભાવ એટલે મોંઘવારી કેન્દ્રીય બેન્કના લક્ષ્ય 6 ટકાની ઉપરી સીમાએ જતી રહી હતી. એપ્રિલમાં મોંઘવારી દર 8 વર્ષના ઉચ્ચ સ્તર આશરે 7.8 ટકાએ પહોંચી ગયો છે.

વોલ્યુમ ઘટાડવાનો એકમાત્ર ઉપાય છે

હિન્દુસ્તાન યુનિલિવરના ચીફ ફાઇનાન્સ ઓફિસર રિતેશ તિવારી મુજબ, “આપણે આગામી 2 થી 3 ત્રિમાસિક ગાળામાં વધુ ફુગાવો જોશું. અમુક પેકમાં વોલ્યુમ ઘટાડવું એ અમારા માટે ભાવવધારાને રોકવાનો એકમાત્ર રસ્તો છે.” હિન્દુસ્તાન યુનિલિવરની પ્રોડક્ટનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે 10માંથી 9 ભારતીય પરિવારો દરરોજ આ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

READ ALSO:

Related posts

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Karan

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed

રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી

Karan
GSTV