GSTV
Home » News » ભુજમાં એક પતિએ પ્રેમિકાની સામે જ પત્નીને પતાવી દીધી, પ્લાન ઘડ્યો કે બચી જશું પણ અફસોસ…

ભુજમાં એક પતિએ પ્રેમિકાની સામે જ પત્નીને પતાવી દીધી, પ્લાન ઘડ્યો કે બચી જશું પણ અફસોસ…

ભુજના બેવફા પતિ ઇસ્માઇલ હુસેન માજોઠીએ પ્રેમીકા નાઝીયા માટે પત્ની રૂકસાનાની હત્યા કરી અને કોઈને શક ન જાય તે માટે મૃત પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હોવાની વાત છેલ્લા 9 મહિનાથી ઉપજાવી કાઢી હતી. એટલું જ નહીં આરોપી પતિ હુસેને પત્નીની લાશને સગેવગે કરવા માટે ફિલ્મી સ્ટોરીની જેમ જ પ્લાન બનાવ્યો હતો. જે કે આખરે આરોપી પતિ હુસેન ઉપરાંત તેના આ થ્રિલર પ્લાનમાં સાથ આપનાર એક મહિલા સહિત ૭ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે.

આરોપી પતિ અને તેને સાથ આપનાર લોકોએ રૂકસાનાની લાશને એક બંગલોના ફલોરમાં દાટી દઇને બાદમાં તેમાં ક્રોંકિટ કરી નાખ્યુ હતું. આ સાથે મૃતકના મોબાઇલને અન્ય રાજયમાં લઇ જઇને તે નાસી ગઇ હોવાનું ચિત્ર ઉભું કર્યુ હતું. પત્નીની લાશને સગેવગે કરીને ગૂમ થયેલી પત્નીને શોધવા માટે સતત દબાણ કરતા આરોપી પતિના આ થ્રિલર પ્લાનનો પર્દાફાશ કરવા નવ મહિનાની પોલીસ તપાસ બાદ અંતે આ ફિલ્મી લાગતી મર્ડર મિસ્ટ્રીને પોલીસે ઉકેલી નાખી હતી.

READ ALSO

Related posts

મોદીનો સૂટ ખરીદનાર સાથે 1 કરોડની ઠગાઇના કિસ્સાની હીરા ઉદ્યોગમાં ચર્ચા

Mayur

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva