GSTV

પતિને સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યમાં જ હતો રસ, 25 વર્ષની પરીણિતાએ ના મરજી છતાં 5 વર્ષ પીડા સહન કરી અને આખરે…

ગુજરાતમાં એક એવી ઘટના ઘટી છે કે તમને જાણીને આ પરિણીતા પ્રત્યે સહાનુભૂતિ જાગી જશે. પોલીસ પાસે પહોંચીને આ મહિલાએ આપવીતી સંભળાવી તો પોલીસ પણ આ સાંભળીને ચોંકી ગઈ હતી. ભુજ તાલુકાના દહીંસરા ગામની આ 25 વર્ષની પરિણીતા સાથે છેલ્લાં 5 વર્ષથી પતિ આપ્રાકૃતિક સેક્સ કરી રહ્યો હતો.

પતિની રોજ રોજની હરકતોથી ત્રાસીને પરિણીતા પિતાને ઘરે ભાગી ગઈ હતી. એને એ વિશ્વાસ હતો કે પતિની આ કુટેવમાં એક દિવસ તો સુધારો આવશે પણ આ મનોવિકૃત પતિ ન સુધરતાં પરિણીતાએ આખરે પોલીસનો સહારો લીધો છે. પતિ સામે માનકૂવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સૃષ્ટિ વિરૂદ્ધની કૃત્ય આચરનાર પતિ સામે કાર્યવાહી શરૂ કરી છે.


પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિનું સેક્સમાં સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યના આદતથી તે ઘણીવાર નાસીપાસ થઈ ગઈ હતી. પતિને ઘણીવાર સમજાવવાની કોશિષ કરી છતાં તે નિષ્ફળ ગઈ હતી.

પતિના આ અકુદરતી સેક્સથી તેને ઘણી પીડાઓ થતી હતી. તે પિતા ઘરે જતી રહી તો સામાજિક નિયમો અનુસાર ફરી તેને પતિને ઘરે મોકલામાં આવી હતી. આમ છતાં પતિએ ફરી પોતાનું પોત પ્રકાશતાં તેણીની પોલીસ સ્ટેશને પહોંચી હતી.

પરીણીતા સાથે આ કૃત્ય માત્ર એકવાર નહીં પણ છેલ્લાં 5 વર્ષથી પતિ કરતો હતો. તેની મરજીની કોઈ પરવાહ જ કરાતી ન હતી. અકુદરતી સંબંધ પત્નીની પીડાની પરવાહ કર્યા વિના રાખી કરી રહ્યો હતો. આખરે કોઈ વિકલ્પ ન બચતાં આ પરિણીતાએ પતિ વિરુદ્ધ ઈ.પી.કો. 377 (અકુદરતી યૌનસંબંધ રાખવાની ધારા) મુજબ ફરિયાદ નોંધાવી છે.

Related posts

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani

ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!