GSTV

ભુજની જનરલ હોસ્પિટલની ગંભીર બેદરકારી / દૂષિત પાણીના કારણે 50 મેડિકલ વિદ્યાર્થિઓની તબિયત લથડી, તંત્રનો લૂલો બચાવ

Last Updated on July 19, 2021 by Dhruv Brahmbhatt

ભુજની જનરલ હોસ્પિટલમાં દૂષિત પાણીને કારણે 50 જેટલાં મેડિકલ વિદ્યાર્થિઓની તબિયત લથડતાં તંત્ર દોડતું થયું છે. દૂષિત પાણી મળતું હોવા મામલે વિદ્યાર્થીઓએ ટ્વિટ કરતા જ મેડિકલ કોલેજના સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તાબડતોડ દૂષિત પાણીનું વિતરણ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી.

આ સમગ્ર મામલે લૂલો બચાવ કરતા મેડિકલ હોસ્ટેલના ડૉ. શાર્દુલ ચોરસિયાએ જણાવ્યું કે, ‘હોસ્ટેલમાં નર્મદા જળ સાથે બોરવેલના મિશ્રિત પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેમાં નર્મદાનું પાણી છેલ્લાં થોડાંક સમયથી અનિયમિત મળતું હોવાથી હાલ માત્ર બોરવેલનું પાણી આપવામાં આવે છે.

ભવિષ્યમાં પાણીને લઈને કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે શુદ્ધ પાણીનો પ્લાન્ટ લગાડવાનું કાર્ય હાથ ઉપર છે. પરંતુ સવાલ એ છે કે, જો મેડિકલના વિદ્યાર્થિઓને જ પાણીની સમસ્યાને કારણે હાલાંકી ભોગવવી પડતી હોય તો પછી સામાન્ય દર્દીઓની શું સ્થિતિ થતી હશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!