GSTV
India News Trending ટોપ સ્ટોરી

રાજસ્થાન, બાદ MPના મુરેનામાં વધુ એક સુખોઈ અને મિરાજ ક્રેશ

મધ્યપ્રદેશના મોરેના પાસે બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આમાંથી એક વિમાન સુખોઈ-30 છે, જ્યારે બીજું વિમાન મિરાજ 2000 છે. અકસ્માત બાદ બંને વિમાનોમાં આગ લાગી હતી. આ બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પરંતુ કોઈ કારણસર બંને વિમાનો એકબીજા સાથે અથડાઈ ગયા. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ સેના સાથે મળીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હજુ સુધી અકસ્માતના કારણ વિશે ચોક્કસ માહિતી મળી શકી નથી.

અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ ચાલી રહી હતી.

મોરેના જિલ્લાના પહાડગઢ ડેવલપમેન્ટ બ્લોકમાં એક ફાઈટર પ્લેન જંગલમાં પડ્યું હતું. લોકોએ વિમાનને આકાશમાં આગ લાગતું જોયું. જે બાદ પ્લેન તેજ ગતિએ જમીન તરફ આવતું જોવા મળ્યું હતું. તે સમયે વિમાન રિટર્ન ફ્લાઈટ પર હતું. પાયલોટે કૈલારસ અને પહાડગઢ શહેરોને દુર્ઘટનામાંથી બચાવ્યા.

READ ALSO

Related posts

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil

Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું

Siddhi Sheth

જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ

GSTV Web News Desk
GSTV