GSTV
Home » News » સાંસદ પ્રજ્ઞા ઠાકુરને મોટો આંચકો, NIA કોર્ટે આદેશ કર્યો, સાધ્વી જી…

સાંસદ પ્રજ્ઞા ઠાકુરને મોટો આંચકો, NIA કોર્ટે આદેશ કર્યો, સાધ્વી જી…

મુંબઇની સ્પેશીયલ એનઆઇએ કોર્ટે ભોપાલનાં ભાજપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મોટો આચકો આપ્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે દર સપ્તાહે કોર્ટમાં હાજરી આપવાથી મુક્તિ આપવા માટે અરજી કરી હતી. જે અરજી એનઆઇએ કોર્ટે રદ્દ કરી છે. આરોપી સાંસદ એવા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની અરજીમાં જણાંવ્યું હતું કે, તેઓ હવે સાંસદ છે અને સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. તેથી તેમને લોકસભા ગૃહમાં હાજરી આપવી જરૂરી છે. તેથી તેમને કોર્ટમાં દર અઠવાડિયે હાજરી આપવામાંથી છુટ મળવી જોઇએ.

મહત્વનું છે કે ગત સપ્તાહે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે માલેગાંવ બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓને દર સપ્તાહે કોર્ટમાં હાજરી નોંધાવવી પડશે. જેથી તેમણે ફરજીયાત પણ કોર્ટમાં હાજર રહેવું જરૂરી છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિવાય લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત પણ સહઆરોપી છે. કોર્ટે આ વાતની ગંભીર નોંધી લીધી છે, કે આરોપી કોર્ટમાં હાજરી આપતા નથી, મતલબ સતત ગેરહાજર રહે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મહારાષ્ટ્રનાં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે. તેમજ સાધ્વી પ્રજ્ઞા ખુદ ગંભીર બિમારીથી પીડાય રહ્યા છે. તેથી તેમણે આરોગ્યનું કારણ આગળ ધરીને જામીન મેળવ્યા છે. જેથી કોર્ટે સાધ્વી પ્રજ્ઞાને જામીન પર છોડીને દર સપ્તાહે કોર્ટમાં હાજરી નોંધાવવા માટે આદેશ કર્યો છે. જે આદેશનો પણ સાધ્વી પ્રજ્ઞાએ ઉલાળ્યો કર્યો છે. તેમજ કોર્ટે આ વાતની ગંભીર નોંધી લીધી છે.

સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી ભાજપનાં સાંસદ છે. તેમજ તાજેતરમાં લોકસભાનાં ચોમાસું સત્રમાં શપથ લેવા મામલે પણ સાધ્વી પ્રજ્ઞાએ પોતાનાં પિતાનાં નામની જગ્યાએ ગુરૂનું નામ બોલીને વિવાદ છેડ્યો હતો. જેથી તેમને વિરોધ કરાયો હતો.

READ ALSO

Related posts

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah

કર્ણાટકનો કિલ્લો જીતવા ભાજપ તત્પર, યેદિયુરપ્પા ગુરૂવારે CM પદનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

Riyaz Parmar

RTI સંશોધન બીલ મામલે સોનિયા ગાંધી લાલચોળ: બોલ્યા- સરકાર જોહુકમી કરીને નાગરિકોને નબળા પાડી રહી છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!