GSTV

બે મહિનામાં ત્રીજી વખત ભોપાલ આવી રહ્યાં છે સંઘ પ્રમુખ, આખરે MPમાં સક્રિયા થવાનું શું છે કારણ

સંઘ પ્રમુખ મોહન ભાગવત આજ બે દિવસના ભોપાલ પ્રવાસ ઉપર આવી રહ્યાં છે. એમપી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતની મધ્યપ્રદેશમાં સક્રિયતા વધી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત 60 દિવસની અંદર ત્રીજી વખત મધ્ય પ્રદેશના પ્રવાસ ઉપર આવી રહ્યાં છે. આ વખતે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે 2 દિવસ સુધી ભોપાલમાં રહેશે. 17 અને 18 સપ્ટેમ્બર આ બે દિવસના પ્રવાસમાં તે વીએચપીના પદાધિકારીનો સાથે વિવિધ બેઠકો કરશે.

રાજકીય ગરમવો વધ્યો

માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રવાસ દરમયાન સંઘ પ્રમુખ કોરોના કાળમાં વીએચપી તરફથી કરવામાં આવેલા કામોની સમીક્ષા કરશે. જો કે,બેઠકથી મીડિયાને દુર રાખવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે બેઠક ભોપાલના પટેલનગર વિસ્તારના કૈલાશ મૈરિજ ગાર્ડનમાં થશે. સુત્રોમાંથી મળતી જાણકારી પ્રમાણે સંઘ પ્રમુખ મોહન ભાગવતની બેઠક દરમયાન ઘણા મહત્વનમા મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પેટા ચૂંટણીનો પણ સમાવેશ છે. કેટલાક દિવસ પહેલા ભાજપના સહ સંગઠન મંત્રીના પદ ઉપર સંઘ પ્રચારક હિતાનંદની નિયુક્તી કરવામાં આવી છે. તેને ભાજપ સંગઠનમાં સંઘના વધતા દખલના રૂપમાં પણ જોવામાં આવી રહી છે. તેવામાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનો સતત એમપી પ્રવાસ રાજકીય વિષય બની ચુક્યો છે.

60 દિવસમાં ત્રીજી વખત પ્રવાસ

આ પહેલા સંઘ પ્રમુખ રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં શામેલ થયા બાદ 9 ઓગષ્ટના રોજ ભોપાલ આવ્યાં હતાં. તે તેનો 20 દિવસની અંદર બીજો પ્રવાસ હતો. મોહન ભાગવત 2 દિવસ સુધી ભોપાલમાં રહ્યાં અને અહીંયા સંઘના સેવા કાર્યોની સમિક્ષાની સાથે ભવિષ્યના કાર્યોની ચર્ચા કરી હતી. ત્યારે આ ક્ષેત્રના પ્રમુખ કાર્યકર્તાઓની સાથે વ્યક્તિગત સંવાદ પણ કરવામાં આવ્યો હતો. કોરોના સંકટમાં સ્વયંસેવકોના સેવાકાર્યોની સમિક્ષા કરી હતી. સંઘ પ્રમુખની આ બેઠક ઠેગડી ભવનમાં મધ્યભારત અને માલવા પ્રાંતના વરિષ્ઠ કાર્યકર્તાઓી સાથે અલગ અલગ સત્રોમાં થઈ હતી. 9 ઓગષ્ટ પહેલા મોહન ભાગવત 20 જુલાઈના રોજ ભોપાલ આવ્યાં હતાં. તેને આ દરમયાન શારદા વિહારમાં પાંચ દિવસ સુધી રહીને સંઘના શિર્ષસ્થ પ્રચારકો અને કોર ગ્રુપના સદસ્યોની સાથે મંથન કર્યું હતું.

Related posts

IPL 2020: ચેન્નઈ સુપરકિંગ્સની સતત બીજી હાર, દિલ્હી કેપિટલ્સે 44 રનથી હરાવ્યું

Pravin Makwana

લદ્દાખ પર લડાઈ/ કાશ્મીરમાંથી અલગ કરી લદ્દાખ સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર, તમામ પાર્ટીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

Pravin Makwana

RRTS ટ્રેનનો પહેલો લુક આવ્યો સામે, જાણો કેટલી હશે સ્પીડ અને ગુજરાતને શું થશે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!