GSTV

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Last Updated on October 24, 2021 by Zainul Ansari

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ‘આશ્રમ 3’ વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન આશ્રમ નામને લઈને હોબાળો થયો હતો. શૂટિંગ દરમિયાન બજરંગ દળના લોકોએ વાહનોની તોડફોડ કરી હતી અને ડાયરેક્ટર પ્રકાશ ઝા પર પણ શાહી ફેંકી હતી. ઘટના બાદ તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બજરંગ દળના કાર્યકરોને ભગાડ્યો.

બજરંગ દળના કાર્યકરોએ ભોપાલની અરેરા હિલ્સની જૂની જેલના રસ્તામાં શૂટિંગ વાહનોને રોકીને તોડફોડ કરી હતી. છેલ્લા 3 દિવસથી આશ્રમ-3 વેબ સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બોબી દેઓલ પણ શૂટિંગમાં હાજર હતો.

બજરંગ દળના પ્રાંત કન્વીનર સુશીલે ચેતવણી આપી હતી કે ઝાએ ફિલ્મનું નામ બદલવું પડશે. વિરોધ બાદ તેની સાથે વાત કરવામાં આવી. તેમણે નામ બદલવાનું વચન આપ્યું છે. જો ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે તો શૂટિંગને મંજૂરી આપવામાં આવશે નહીં. એટલું જ નહીં આ ફિલ્મને રિલીઝ પણ નહીં થવા દેવામાં આવે.

કન્વીનર સુશીલે આરોપ લગાવ્યો કે ઝા ધર્મને બદનામ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે આશ્રમની પરંપરા આપણી ઓળખ છે. જો કોઈ પણ આશ્રમમાં કોઈ ગુનો થયો હોય તો તેના નામે ફિલ્મ બનાવો. બધા આશ્રમોને બદનામ ન કરો. સાથે જ ડીઆઈજી ઈરશાદ વલીએ જણાવ્યું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. હંગામો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!