GSTV
Home » News » કમલનાથના મંત્રીનો દાવો, ભાજપના રપ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, ર૩ મેની રાહ જુએ છે

કમલનાથના મંત્રીનો દાવો, ભાજપના રપ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, ર૩ મેની રાહ જુએ છે

કમલનાથના જનસંપર્ક મંત્રી પી.સી.શર્મા કહે છે કે ર૩ મેના પરિણામો બાદ જો ભાજપની સરકાર નહી બને તો રપ ધારાસભ્યો અમારી સાથે આવી જશે. ભાજપના નેતાઓ કમલનાથ સરકારને પછાડી દેવાના દાવા કરે છે ત્યારે ભાજપના રપ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તેમ કહીને મંત્રી શર્માએ સૌને ચોંકાવી દીધા હતા. એકઝીટ પોલ અંગે શર્મા કહે છે કે અગાઉ પણ એકઝીટ પોલના તારણો ખોટા પડયા છે. ર૩ મેના રોજ પરિણામો આવશે ત્યારે એકઝીટ પોલના તમામ દાવા ખોટા પડી જશે.

મધ્યપ્રદેશના મંત્રી શર્મા કહે છે કે ભોપાલ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ સાથે જોડાયેલી સુનિલ જોશી હત્યાકાંડની ફાઇલ ચોકકસપણે ખોલવામાં આવશે. સાધ્વીના વિચારોને જોતા તે હત્યાકાંડમાં સામેલ હોઇ શકે છે. શહીદ હેમંત કરકરે અને નાથુરામ ગોડસેને દેશભકત બતાવતી સાધ્વીની વિચારધારા જ બતાવે છે કે તે કેવી છે. સુનિલ જોશી હત્યાકાંડની ફાઇલ જરૂર ખોલવી જોઇએ એટલે ખબર પડે કે સાધ્વી હત્યાકાંડમાં સામેલ હતી કે નહીં.

તમને એ જણાવીએ કે એકઝીટ પોલના તારણોથી હરખાઇ ગયેલા ભાજપના નેતાઓ કહે છે કે કમલનાથ સરકાર પાસે બહુમતિ નથી એટલે તેમણે બહુમતિ સાબિત કરવી જોઇએ. તો બીજી તરફ કમલનાથ કહે છે કે ભાજપ પહેલા દિવસથી જ સરકારને પાડી દેવા માટે કોશિષ કરે છે. અમે છેલ્લા પાંચ માસમાં ચાર વખત બહુમત સાબિત કર્યો છે, આમ છતાં જો તે ફરી ઇચ્છતા હોય તો અમને કોઇ વાંધો નથી. સુનિલ જોશી હત્યાકાંડ મામલે ખુલાસો ન થાય તે માટે વર્તમાન સરકારને પાડી દેવા માગે છે, સરકાર ફલોર ટેસ્ટ માટે તૈયાર છે.

Read Also

Related posts

રાજનીતિનું બદલાપુર? જ્યારે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં ગયા હતાં, અને હવે?

Riyaz Parmar

પાકિસ્તાનના ICJ જવાના નિર્ણય પર સૈયદ અકબરૂદ્દીને આપ્યો પડકાર, જ્યા ઈચ્છે ત્યાં લડવા માટે તૈયાર

Mansi Patel

બિસ્કિટ કંપની પાર્લે પર મંદીનો માર, 10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર ખતરો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!