GSTV
Home » News » VIDEO: કૉંગ્રેસે કહ્યું જોઈ લો અમિત શાહની સભામાં ખાલી ખુરશીઓ, લોકોએ આપી આવી પ્રતિક્રીયા

VIDEO: કૉંગ્રેસે કહ્યું જોઈ લો અમિત શાહની સભામાં ખાલી ખુરશીઓ, લોકોએ આપી આવી પ્રતિક્રીયા

લોકસભા ચૂંટણી 2019માં બધી જ રાજકીય પાર્ટીઓએ પ્રચાર માટે સોશિયલ મીડિયાને પોતાનું અહમ હથિયાર બનાવ્યું છે. બીજેપી અને કોંગ્રેસ એકબીજા સામે સતત આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બીજેપીનો ઝંડો અને ખાલી ખુરશી નજરે પડે છે. વીડિયોને મધ્યપ્રદેશ કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ હેંડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને લઈને કોંગ્રેસનો દાવો છે કે અમિત શાહના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી પડી રહી હતી. અમિત શાહને શાંભળવા લોકો આવ્યા જ નહી.

વીડિયો પોસ્ટ કરવાની સાથે લખવામાં આવ્યું છે- ખાલી ખુરશીઓને સંબોધનઃ અમિત શાહના કાર્યક્રમમાં જોવા મળતી ખાલી ખુરશી તમને મોદી સરકારના 5 વર્ષના કામકાજનો હિસાબ આપી રહી છે..! જેમણે ક્યારેય લોકોનું નથી શાંભળ્યું, તેમને શાંભળવા લોકો કેમ આવે…?

કોંગ્રેસના વીડિયો પોસ્ટ કર્યા બાદ લોકોની પ્રતિક્રિયા પણ આવી રહી છે. કોઈ તેને બીજેપી અને મોદીની ઘટતી લોકપ્રિયતા બતાવી રહ્યું છે તો કોઈ લોકસભા ચૂંટણીના પરિણામની સાથે જોડી રહ્યું છે. તો વળી કેટલીય પ્રતિક્રિયામાં લોકોએ તેને કાર્યક્રમ પહેલાનો વીડિયો બતાવીને કોંગ્રેસ પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર તેના ચરમસીમા પર છે. અહિંયા મતદાન ચોથા ચરણમાં એટલે કે 29 એપ્રિલથી શરૂ થશે, બે ચરણના મતદાન થઈ ચુક્યા છે. જ્યારે ત્રીજા ચરણનું મતદાન આજે એટલે કે 23 એપ્રિલના રોજ ચાલુ છે.

read also

Related posts

આ દેશની યાત્રા કરતી વખતે સતર્ક રહે ભારતીયો, સરકારે આ સલાહ સાથે જાહેર કરી એડવાઇઝરી

Bansari

વિરોધ પ્રદર્શનથી ગભરાઈ ઈમરાન સરકાર, PoKમાં ઈમરજ્નસી કરાયુ લાગુ

Mansi Patel

જામિયા યૂનિવર્સિટીમાં મારપીટ-તોડફોડ, આરોપ-પ્રત્યારોપ વચ્ચે સુલેહનો નિષ્ફળ પ્રયાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!