GSTV

BJPના ધારાસભ્યનું વિવાદીત નિવેદન: જોધા-અકબરના નહોતા થયાં પ્રેમલગ્ન, લુંટારાઓએ સત્તા માટે બહેન-દિકરીઓને કુરબાન કરી

Last Updated on September 28, 2021 by Pravin Makwana

મધ્ય પ્રદેશની હુઝૂર વિધાનસભા સીટથી ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા હંમેશા પોતાના વિવાદીત નિવેદનોથી ચર્ચામાં રહેવા માટે ટેવાયેલા છે. ત્યારે હવે ફરી એક વાર તેમણે વિવાદીત નિવેદન આપ્યુ છે. સાગર જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન હિન્દુત્વ પર પોતાનું ભાષણ આપતા તેમણે કહ્યુ કે, જોધ અકબર વચ્ચે પ્રેમ વિવાહ નહોતા થયાં. પણ સત્તા માટે દિકરીને દાવ પર લગાવી હતી. રામેશ્વરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.

રામેશ્વર શર્માએ આ કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતું કે, જોધા અને અકબર વચ્ચે ક્યારેય આઈ લવ યુ થયું નહોતું. ન તો તે કોલેજમાં મળ્યા હતા. ન તો જિમમાં મળ્યા હતા, ન કોફી હાઉસમાં. જે લુટારુઓએ પોતાની સત્તાની લાલચમાં પોતાની દિકરી-વહુઓને કુરબાન કરી દીધી. તેમણે કહ્યુ હતું કે, જ્યારે લોકો સત્તાના લોભી થઈ જાય અને સત્તા માટે દિકરીઓને દાવ પર લગાવી દે. આવા લુટારાઓથી પણ સાવધાન રહો. જે તમારા છે, પણ અન્ય ધર્મને છેતરી શકે છે.

નિવેદન પર રાજપૂત સમાજ ગુસ્સામાં, રામેશ્વરને માફી માગી

તો વળી તેમના આ પ્રકારના નિવેદનથી હવે રાજપૂતોની નારાજગી સામે આવી છે. રાજપૂત સમાજ રામેશ્વરના આ પ્રકારના નિવેદનથી ખૂબ નારાજ છે. જ્યારે રાજપૂતોએ આ અંગે તેમને સવાલ કર્યો તો, ઢીલા પડી ગયા અને બાદમાં કહ્યુ કે, હિન્દુ ધર્મ ક્ષત્રિય મહારાણા પ્રતાપ અને છત્રસાલ જેવા રાજપૂતોના કારણે જ સુરક્ષિત રહ્યો છે, જે મુઘલો સામે ઝુક્યા નહીં. તલવારથી લડ્યા. અમને તેમના પર ગર્વ છે. તો વળી જોધા બાઈના પિતા માન સિંહ વિશે તેમણે કહ્યુ કે, જે લોકોએ સમાજ અને દેશ સાથે છેતરપીંડી કરી, તે પોતાનો નિર્ણય ખુદ નક્કી કરી લે.

જો કે, બાદમાં વિવાદ વધતા, ધારાસભ્ય તરફથી પોતાનું નિવેદન જાહેર કરીને માફી માગવી પડી હતી. તેમનું કહેવુ છે કે, તેમના આ પ્રકારના નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો, માફી માગીએ છીએ.

કોંગ્રેસે રામેશ્વર પર કર્યા આકરા પ્રહારો

આ વીડિયોને શેર કરતા કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યુ કે, રામેશ્વરજી જોધાબાઈના ચરિત્ર પર આંગળી ઉઠાવીને આપ રાજપૂત સમાજનું અપમાન કરી રહ્યા છો, શું આજ આપની હિન્દુ સંસ્કૃતિ છે, થોડા વર્ષો પહેલા આપ લોકો જ જોધા અકબર ફિલ્મનો પુરજોશમાં વિરોધ કરતા હતા, હિન્દુત્વનું અપમાન કરતા હતા, આજે શું થયું ?

READ ALSO

Related posts

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave

સાતમો પગારપંચ / નાણાકીય મંત્રાલયે આપી સરકારી કર્મચારીઓને તહેવારની ભેંટ, મોંઘવારી ભથ્થામા આપ્યો વધારો

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!