GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

કાર્તિક આર્યન અને કિયારા આડવાણીએ શરૂ કરી ભૂલ ભૂલૈયા-2ની શૂટીંગ, જુઓ PHOTOS

વર્ષ 2007માં આવેલી અક્ષયકુમાર અને વિદ્યા બાલનની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ ભૂલ ભૂલૈયા-2ની શૂટીંગ આજથી શરૂ થઈ ગઈ છે. ફિલ્મની સિક્વલમાં અક્ષયની જગ્યાએ અભિનેતા કાર્તિક આર્યન નજર આવશે. આ સિવાય અભિનેત્રી તરીકે કિયારા આડવાણી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

ફિલ્મની શૂટીંગ શરૂ થવાની જાણકારી આપતા કાર્તિક આર્યનને આજે એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કિયારા આડવાણી સાથે જોવા મળી રહ્યા છે. ફોટોમાં કિયારા ભૂલ ભૂલૈયા-2નાં ક્લેપ બોર્ડ લઈને નજરે આવી રહી છે. સાથે આ ફોટામાં કાર્તિકે લખ્યપં છે કે શુંભરંભ, ભૂલ ભૂલૈયા-2 જેનું નિર્દેશન અનીઝ બાજમી કરી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી એવા રિપોર્ટસ આવી રહ્યા હતા કે બન્ને ફિલ્મસ્ટારની ફિલ્મની શૂંટીગ જલ્દી શરૂ થવાની છે, જોકે આ ફિલ્મની અધિકારીક રીતે શરૂઆત થઈ ગઈ છે.

ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના મુહૂર્તા શોટ થયાના સમયની કેટલીક ઝલક શેર કરી છે. દિગ્દર્શક અનીસ બઝમી સાથે આ ઝલકોમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પણ જોવા મળે છે. ભૂષણ કુમારે પણ આજથી ફિલ્મના લોકાર્પણની ઘોષણા કરી હતી. આપને જણાવી દઈએ કે 2007 ની ફિલ્મ ભૂલ ભુલૈયામાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, શાઈની આહુજા, અમિષા પટેલ અને પરેશ રાવલ જેવા ઘણા કલાકારો જોવા મળ્યા હતા. પ્રિયદર્શને આ ફિલ્મનું નિર્દેશિત કર્યું હતુ.

READ ALSO

Related posts

વિશ્વમાં કોરોનાની સંખ્યા 68 લાખ 85 હજારને પાર, મૃત્યુઆંક 4 લાખ નજીક

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva

બાથરૂમ સેલ્ફીને કારણે ચાહત ખન્ના ચર્ચામાં, ગરીબો માટે એક ટંક ભોજનના ત્યાગની પણ વાત કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!