બોલિવૂડ સ્ટાર અજય દેવગણની છેલ્લી ફિલ્મ “દ્રશ્યમ 2” બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તે પણ ઓરિજિનલ મલયાલમની જ રીમેક હતી. આ ફિલ્મને લોકોનો ખુબ જ પ્રેમ મળ્યો હતો. એકટરને પસંદ કરવાવાળા લોકોએ કાગડોળે તેની તે ફિલ્મની રાહ પણ જોઈ રહ્યા હતા. હવે એકવાર ફરીથી અજય દેવગણના ચાહતો તેની આ નવી ફિલ્મથી આશાઓ રાખીને બેઠા છે. આજે અજયની “ભોલા” (Bholaa) સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મના ટ્રેલરને પબ્લિકનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

“ભોલા” (Bholaa)પહેલા શાહરુખની ફિલ્મ પઠાણ સુપરડુપર હિટ સાબિત થઈ છે. હવે દર્શકોની નજર ભોલા પર છે. બધા લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે શું ભોલા શાહરુખની પઠાણને ટક્કર આપી શકશે? આ સવાલની સાથે સાથે હવે એ વાતનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તબ્બૂ અને અજય સ્ટારર “ભોલા” પહેલા દિવસે કેટલી કમાણી કરશે.
પ્રથમ દિવસે શું હોઈ શકે આંકડો?
ફિલ્મ ‘ભોલા’ના ટ્રેલરને મળેલા સારા પ્રતિસાદ બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે અજય દેવગણની ફિલ્મ પહેલા દિવસે સારું કલેક્શન કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ભોલા’ (Bholaa)પહેલા દિવસે 15 કરોડની આસપાસ કમાણી કરી શકે છે. જોકે, ‘ભોલા’ પહેલા ‘તુ જૂઠી મેં મક્કાર’ પણ પહેલા દિવસે 15 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. રણબીર કપૂરની ફિલ્મને પાછળ છોડવા માટે ‘ભોલા’ને 15 કરોડથી વધુનો બિઝનેસ કરવો પડશે.
દશેરા અને ભોલા(Bholaa) વચ્ચે ટક્કર.
આજે ભોલાની સાથે નાનીની ફિલ્મ દશારા પણ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ બંને ફિલ્મો વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે. જહાં ‘ભોલા’ તમિલ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક છે. બીજી તરફ દશારા એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. બંને ફિલ્મોને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, ફરી એકવાર ભોલાના માધ્યમથી તબ્બુનો ખાખી અવતાર જોવા મળશે. જ્યારે અજય આ વખતે એંગ્રી મેનના રોલમાં જોવા મળશે.
જણાવી દઈએ કે “ભોલા”(Bholaa)એ “કેથી”ની રિમેક છે. પરંતુ, ઉઠાંતરીવાળી ફિલ્મમાં પણ ટેકનિકલ ગરબડો થતાં અજય પોતાની ટેકનિકલ ટીમથી ભારે નારાજ થઈ ગયો હતો અને રીલીઝના બે દિવસ પહેલાં જ તેણે આ ગરબડો સુધારવા આખી ટીમને કામે લગાડી હતી. અજય પોતે જ આ ફિલ્મનો ડાયરેક્ટર પણ હોવાથી તે વધારે ધૂંધવાઈ ગયો હતો.
અજય દેવગણે પોતાની ફિલ્મની પબ્લિસિટી માટે શો ગોઠવ્યો હતો. આ દરમિયાન જ ખ્યાલ આવ્યો તો કે ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સાઉન્ડનો ઘોંઘાટ જ એટલો વધારે છે કે કયો કલાકાર શું ડાયલોગ બોલે છે ત કોઈને સમજાતું જ નથી.
શો પૂરો થયા બાદ અજય દેવગણ પોતે આ ટેકનિકલ ખામીથી છોભીલો પડી ગયો હતો. અન્ય લોકોએ પણ તેને આ ખામી સુધારવા સલાહ આપી હતી. તે પછી અજય દેવગણે પોતાની ટેકનિકલ ટીમને કામે લગાડી હતી અને આખી રાતના ઉજાગરા કરી એક એક ફ્રેમમાં બેકગ્રાઉન્ડ સ્કોરનું વોલ્યુમ સરખું કરાવ્યું હતું.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં