રાની ચેટર્જીએ ગાયું આઈકૉનિક ગીત, Videoમાં કાતિલ અંદાજ દેખાયો, જુઓ Photos

ભોજપુરી ફિલ્મોની ટૉપ અભિનેત્રીઓમાંથી એક રાની ચેટર્જી પોતાની યૂનિક સ્ટાઈલ માટે ખૂબ લોકપ્રિય છે. ફિલ્મો સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે. તેમની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલમાં જ અભિનેત્રીનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ વર્ષ 1956માં આવેલી ફિલ્મ સીઆઈડીનુ ગીત ગાતી દેખાઈ રહી છે.

View this post on Instagram

❤️❤️❤️❤️❤️

A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial) on

વીડિયોમાં રાની ચેટર્જી ‘લેકે પહેલા પહેલા પ્યાર, બનકે આંખોમાં ખુમાર’ ગીત ગાતી જોવા મળી રહી છે. ગીતમાં તેમની અદાઓ અને એક્સપ્રેશન જોવાલાયક છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રાની જે કઈ પણ કરે છે તેને સોશિયલ મીડિયામાં ફરજીયાત અપડેટ કરે છે પછી તે કોઈ પણ ફિલ્મનું શૂટિંગ હોય કે પછી ટિક-ટૉક વીડિયો. રાની ચેટર્જીનો આ વીડિયો ભોજપુરી ફિલ્મ્સ ડિજીટલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે વર્ષ 1956માં આવેલી ફિલ્મ સીઆઈડીમાં આ ગીત એવરગ્રીન અભિનેત્રી શકીલા અને અભિનેતા દેવ આનંદ પર ફિલ્માવવામાં આવ્યું હતું. જેને મોટી સુંદરતાની સાથે રાની આ વીડિયોમાં પણ એક્સપ્રેસ કરી રહી છે. વીડિયોમાં તેમનો હૉટ અંદાજ જોઈને તમે પણ તેના પ્રશંસક બની જશો. ઉલ્લેખનીય છે કે આ વીડિયો પર સતત લાઈક અને વ્યૂજ આવી રહ્યાં છે, અત્યાર સુધી આ વીડિયોને હજારો લાઈક્સ મળ્યાં છે. સાથે જ વ્યૂજ પણ સતત વધી રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં રાનીના પ્રશંસકોની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર 268.3k ફૉલોવર્સ છે. ભોજપુરી ફિલ્મોની વાત કરીએ તો રાની ચેટર્જીની જોડી ખેસારી લાલ યાદવની સાથે ખૂબ પસંદ કરવામાં આવે છે. ચાલુ વર્ષે તેમની કેટલીક ફિલ્મો રીલીઝ થવાની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter