ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ હવે બોલીવુડની ફેમસ હસ્તીઓને એકબાદ એક મળી રહી છે. હાલના દિવસોમાં તે હિન્દી ગીતો ઉપર પણ વધારે ધ્યાન આપી રહી છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ દરમિયાન તેની રસપ્રદ તસવીર સામે આવી છે જેમાં તે બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન સાથે જોવા મળી રહી છે. અભિનેત્રીએ જાતે જ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર શેર કર્યો છે જેના ઉપર તેમના સાથી કલાકારો રિએકશન્સ આપી રહ્યા છે. તેમના ચાહકો પણ આ ફોટો જોઈને ખૂબ જ ખુશ છે અને તેઓ જાણવા માટે ઉત્સુક છે કે શું તે આમિર સાથે કોઈ પ્રોજેક્ટમાં આવવાની છે.

આમિર ખાન સાથેની મુલાકાત અંગે અક્ષરા સિંહે ખુશી જાહેર કરી
અક્ષરા સિંહ સુપરસ્ટાર આમિર ખાનને મળીને ખૂબ જ એક્સાઈટેડ અને ખુશ છે. તેમણે આમિર સાથેની એક ફિલ્મી પોઝવાળી તસવીર શેર કરી છે જેમાં બંને હસીને પોઝ આપતા જોઈ શકાય છે. અક્ષરાએ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું આવું જિનિયસ માઈન્ડ ધરાવતા એક્ટરને મળીને ધન્ય થઈ ગઈ. એવું જરાય ન લાગ્યું કે અમે પહેલી વાર મળ્યા છીએ. દરેકના મનપસંદ આમિર સર સાથે વિતાવેલો સૌથી શ્રેષ્ઠ સમય…. અમે સાથે સારી વાતચીત કરી અને ખૂબ જ મસ્તી કરી…’ આ સાથે જ તેમણે બે હાર્ટના ઈમોજી પણ બનાવ્યા હતા. અક્ષરાએ પોતાને મળવા અને સમય આપવા બદલ આમિર ખાનનો આભાર પણ માન્યો હતો.
અગાઉ સલીમ મર્ચેન્ટ સાથેની પોસ્ટ….
તમને જણાવી દઈએ કે તાજેતરમાં અક્ષરા બોલીવુડના ફેમસ મ્યુઝિક કમ્પોઝર સલીમ મર્ચેન્ટને પણ મળી હતી. જેના ઉપરથી કહી શકાય કે તે ભોજપુરી ફિલ્મો બાદ હવે બોલીવુડમાં પણ ખૂબ જ રસ લઈ રહી છે. અક્ષરાની આમિર ખાન પહેલા સલીમ મર્ચેન્ટ સાથેની મુલાકાતે એ બાબતનો સંકેત આપી દીધો હતો કે તે હવે હિન્દીમાં કોઈ ધમાકેદાર પ્રોજેક્ટ સાથે આવવાની છે.
ભોજપુરીની સૌથી મોંઘી અભિનેત્રી છે અક્ષરા
અક્ષરા ભોજપુરી ફિલ્મોની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. દિવસે ને દિવસે તે નવી એચીવમેન્ટ મેળવી રહી છે. હાલમાં જ તેણે પોતાની ફીમાં વધારો કર્યો છે. ‘ઈધર આને કા નહી’ની ફેમસ અભિનેત્રીએ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ડાર્લિગ’ માટે બમણા પૈસાની માંગણી કરી છે. હવે તે ભોજપુરીની સૌથી મોંઘી હિરોઈન બની ગઈ છે. અક્ષરાની સાથે આ ફિલ્મમાં નિર્માતા પ્રદીપ શર્માના પુત્ર રાહુલ શર્મા લોન્ચ થઈ રહ્યા છે.
- ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ
- હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે
- રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે
- મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો
- Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ