GSTV
Gujarat Government Advertisement

પોતાને પરેશાન કરનારા શખ્સ સામે ભોજપૂરી એક્ટ્રેસે એફઆઈઆર દાખલ કરી

Last Updated on July 7, 2020 by Mansi Patel

ભોજપૂરી ફિલ્મોની એક્ટ્રેસ રાની ચેટરજીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને માહિતી આપી છે કે તે તેના જીવનના કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. આ માટે તેણે એક શખ્સને જવાબદાર ગણાવ્યો છે. જે તેને સોશિયલ મીડિયા પર ઘણા સમયથી પરેશાન કરી રહ્યો છે. રાની ચેટરજીએ આ માટે મુંબઈ પોલીસને મદદ માગી છે. રાનીની આ પોસ્ટ વાયરલ થયા બાદ હવે મુંબઈ પોલીસે કામગીરી હાથ ધરી છે.

રાની ચેટરજીની ફરિયાદ બાદ પોલીસે તેને પરેશાન કરનારી વ્યક્તિ સામે એફઆઇઆર દાખલ કરી છે. આ માહિતી પણ રાનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે સાથે મુંબઈ પોલીસનો આભાર પણ માન્યો છે. તેણે લખ્યું છે કે મુંબઈ પોલીસ, ખૂબ ખૂબ આભાર. એફઆઈઆર દાખલ થઈ ગઈ છે. હું છેક સુધી લડીશ.  આ પ્રકારનો અપરાધ બંધ થવો જોઇએ. જે લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ માને છે તેમની હું દરકાર કરતી નથી.

રાનીએ એ વ્યક્તિનો ફોટો અને તેની પોસ્ટ પણ શેર કરી છે. તેનું નામ ધનંજયસિંહ છે. તેણે લખ્યું છે કે ડિપ્રેશનમાં હું પરેશાન હતી. હું અવારનવાર મજબૂત અને સકારાત્મક રહેવાની વાત કરું છું પરંતુ હવે સહન થતું નથી.  આ માણસ મારા અંગે ગંદી વાતો લખી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ પોલીસ લાઈન માંથી પકડાયો હેડ કોન્સ્ટેબલ તે પણ 150 વિદેશી દારૂના જથ્થા સાથે

Pritesh Mehta

આરોગ્ય વિભાગ એક્શનમાં: રોગચાળો અટકાવવા 421 એકમોમાં હાથ ધર્યું ચેકીંગ, 292ને નોટિસ

Pritesh Mehta

એનસીએલ એપ્રેન્ટિસ રિક્રૂટમેન્ટ 2021 / 1500 ખાલી જગ્યા માટે ભરતી, 10 પાસ અત્યારે જ કરે અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!