GSTV

રૂપેડી પડદાના વધુ એક સ્ટારે કરી આત્મહત્યા, મરતા પહેલા કર્યુ ફેસબુક લાઈવ અને….

Last Updated on August 8, 2020 by Bansari

એમ લાગે છે કે બોલિવૂડ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર કોઈની નજર લાગી ગઈ છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ દરરોજ નવા ખુલાસા  સાથે કેસ નવો વળાંક લઈ રહ્યો છે તેવી જ રીતે કલાકારોની આત્મ હત્યાના સમાચાર પણ હવે દરરોજ આવી રહ્યા છે. હજી ગુરુવારે જ યે રિશ્તે હૈ પ્યાર કે સહિત સંખ્યાબંધ ટીવી સિરિયલના કલાકાર સમીર શર્માએ આત્મ હત્યા કરી હોવાના સમાચાર આવ્યા હતા અને ફેન્સ તેના આઘાતમાંથી બહાર આવ્યા નથી ત્યાં તો નવા સમાચાર આવ્યા છે કે ભોજપૂરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મ હત્યા કરી લીધી છે.

મુંબઈ સ્થિત તેના ફ્લેટમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

અનુપમાએ મુંબઈ સ્થિત તેના  ફ્લેટમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. મુંબઈમાં દહિંસર ખાતેના તેના નિવાસેથી તેની લાશ લટકેલી મળી આવી હતી. અનુપમા પાઠક 40 વર્ષની હતી. તે તેના મોતના એક દિવસ અગાઉ જ ફેસબુક પર લાઇવ આવી હતી અને તેના ફેન્સ સાથે વાતચીત કરી હતી.

આ લાઇવ ચેટમાં તેણે પોતાના ફેન્સ સામે પોતાના મનની વાત રજૂ કરી હતી. તેણે એમ કહ્યું હતું કે કોઈ પર ભરોસો કરાય નહીં. આ સાથે તેણે પોતાની સાથે કેવી રીતે છેતરપિંડી થઈ હતી તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

ઘરમાંથી બે સૂસાઇડ નોટ મળી આવી

અનુપમાના ઘરમાંથી બે સૂસાઇડ નોટ પણ મળી આવી હતી. તેણે એક નોટમાં આ પગલું ભરવા બદલ બે કારણ દર્શાવીને લખ્યું છે કે મેં એક મિત્રની વિનંતી પર મલાડની વિઝડમ પ્રોડ્યુસર કંપનીમાં 10 હજાર રૂપિયા રોક્યા હતા આ પૈસા મને ડિસેમ્બર 2019માં પરત મળવાના હતા પરંતુ કંપનની હવે મારા પૈસા પરત કરવાની આનાકાની કરી રહી છે. 

તેણે પોતાની નોંધમાં મનીષ જ્હાના નામનો ઉલ્લેખ કર્યો છે. અનુપમાએ લખ્યું છે કે લોકડાઉન દરમિયાન મનીષ જ્હાએ તેનું ટુ વ્હીલર લઈ લીધું હતું અને પાછું આપવાનો ઇનકાર કરી દીધો હતો.

આત્મહત્યા

ફેસબુક પોસ્ટમાં તેણે કહ્યું હતું કે સામાન્ય રીતે તે લાઇવ આવતી નથી પરંતુ આજે ઘણી વાતો શેર કરવી છે. તેણે લખ્યું હતું કે જયારે કોઈનું મોત આવે છે ત્યારે તે ઘણી વાતો કરે છે. તેને એમ હોય છે કે કાંઈક કહીશું તો ઉકેલ આવશે પરંતુ આ બધી કહેવાની વાતો છે હકીકતમાં કોઈ મુશ્કેલી દૂર કરી શકતું નથી.  તમે અખતરો કરી શકો છો  આ પ્રકારનું પગલું માણસ ત્યારે જ ભરે છે જ્યારે તે થાકી જાય છે અથવા તો દિમાગ કામ કરવાનું બંધ કરી દે છે.

Read Also

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!