GSTV

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

અયોધ્યામાં આજે શ્રીરામના મંદિર માટે ભૂમિ પૂજન થઈ રહ્યું છે. દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભોજપુરી ગાયિકા અક્ષરા સિંહએ પોતાનું ગીત સ્વાગત હે શ્રી રામ કાને રીલીઝ કર્યુ છે. ગીત અક્ષરા સિંહના ઓફિશીયલ યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષરા સિંહ અવધમાં રામ આયે હે ગીત ગાઈ રહી છે અને ભક્તિમાં ડુબતી નજર આવી રહી છે. અક્ષરાએ ગીતની શરૂઆત ખડે હે સ્વાગત મેં મોદી, અવધ મે રામ આયે હે, હૃદય સે રામધુન ગાઓ, પ્રભુ શ્રીરામ આયે હે સે કર્યું છે. જે ઘણું આકર્ષક છે.

19 લાખથી વધારે મળી ચુક્યા છે વ્યુઝ

ગીત સ્વાગત હે શ્રીરામ કાને અક્ષરાએ પોતાના સુંદર અવાજમાં રેકોર્ડ કર્યું છે. ગીતની શુટીંગ બિહારમાં થઈ છે. જેમાં તે ઘણી ઉલ્લાસ કરતી નજરે પડી રહી છે. ગીતનું લીરિક્સ મનોજ મતલબીએ લખ્યું છે. મ્યુઝીક અવિનાશ ઝા ઘુંઘરૂજીએ આપ્યું છે. પીઆરઓ રંજન સિન્હા છે. આ ગીતને રિલીઝ બાદ 19 લાખથી વધારે વ્યુઝ મળી ચુક્યાં છે. ગીતને લઈને અક્ષરા પણ ખુબ જ ઉત્સાહીત છે.

રામ અમારી સંસ્કૃતિ છે

અક્ષરા કહે છે કે રામ અમારી સંસ્કૃતિ છે. રામ અમારા આરાધ્ય છે. પ્રભુરામે અવતરણ માટે અયોધ્યાને પસંદ કર્યું અને દશરથ કૌશલ્યા નંદનના રૂપમાં જન્મ લઈને સૃષ્ટિને આનંદિત કરી, રામ અયોધ્યામાં જન્મ્યા આ સત્યને સાબિત કરવા માટે પેઢીઓ ખપી ગઈ. દર્શકોને પણ અક્ષરાસિંહનું આ નવું ગીત પસંદ પડી રહ્યું છે. અક્ષરાનું આ ગીત 31 જુલાઈના રોજ રિલીઝ થયું હતું. જોત જોતામાં આ ગીત ઈન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહ્યું છે.

Related posts

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari

અગત્યનું/ PPF, NSC સુકન્યામાં રોકાણ કર્યુ હોય તો વાંચી લેજો, આજે સરકાર લેશે આ મહત્વનો નિર્ણય

Bansari

કંઈ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કેટલી ઓછી EMI પર મળશે મનપસંદ કાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!