ભોજપૂરી સિનેમાનો સુપરસ્ટાર લાલ યાદવ ઉર્ફે નિરહુઆ બુધવારે ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાવા માટે નિરહુઆ લખનઉના બીજેપી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. હવે એ સમયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. નિરહુઆની આ તસવીર જોઈ તેના ફેન્સ સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે જ્યારે નિરહુઆને ભાજપમાં સામેલ કરવાનું એલાન કર્યું ત્યારે તેમને બેસવા માટે ખુરશી આપવામાં આવી હતી. પણ નિરહુઆને ઉભા રહેવાનો વારો આવ્યો હતો.
आज़मगढ़ से उठने वाले को यहां बैठने की सीट भी नही मिली. जियो राजा #निरहुआ, पहले ही दिन #निहुरा दिए गए – #DineshLalYadav ? pic.twitter.com/EJdm0BW5hm
— ● सारथि ● (@yadav_rahool) March 27, 2019
જ્યારે ધારાસભ્ય અને રાજનાથ સિંહના દિકરા પંકજ સિંહ અને અન્ય બીજેપી નેતા પ્રદેશ અધ્યક્ષની સાથે બેઠા હતા. સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆની આ તસવીર જોઈ ફેન્સ નારાજ થયા હતા. નિરહુઆના ફેન્સ આ પ્રકારના વર્તનથી દુખી નજર આવી રહ્યા હતા. ઘણાં ફેસબુક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે, નિરહુઆની સાથે પાર્ટીએ સારો વર્તાવ નથી કર્યો.
असली चौकिदार है … खड़ा होइके ही चउकिदारी करे के पड़ी बाऊ #Nirahua उर्फ #DineshLalYadav pic.twitter.com/V6p8aw0liy
— Chandan Yadav (@Chandanpoet) March 27, 2019
કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે પાર્ટીમાં તેમની મજબૂત છબી નથી. જણાવી દઈએ કે ભોજપુરી સ્ટાર નિરહુઆ ત્યાંનો સલમાન ખાન છે. પણ તેમને બીજેપી ઓફિસમાં ખુરશી માટે પણ ફાફા મારવા પડ્યા.
आज़मगढ़ से उठने वाले को यहां बैठने की सीट भी नही मिली। जियो राजा #निरहुआ, पहले ही दिन #निहुरा दिए गए।#Nirahua @yadavakhilesh @nafeesahmadsp @Nirahua_DYadav pic.twitter.com/KCj7fUFXVV
— Rajnish Yadav ⏺️ (@rajnishyadavSP) March 27, 2019
બુધવારે નિરહુઆએ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશ વ્યાપાર મંડલના નેતા સંજય ગુપ્તાએ બીજેપીમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. પણ સંજય ગુપ્તાને પણ સ્ટેજ પર ખુરશી નસીબ નહોતી થઈ. ખુરશી ન મળવાના કારણે ભાજપમાં જોડાયેલા ઉમેદવારોને ઉભા રહેવાનો વારો આવ્યો હતો.
READ ALSO
- પ્રિયંકા ચતુર્વેદી અને અમૃતા ફડણવીસ વચ્ચે ટ્વીટર વોર, ‘આરે’ પર આમને સામને
- મિઆમીમાં વિશ્વની પ્રથમ ‘ફ્લાય એન્ડ ડ્રાઈવ કાર’ થઈ લોન્ચ, કિંમત જાણશો તો….
- ગુજરાતની ઐતિહાસિક ઘટના, દિપડાના આતંકના કારણે આ વિસ્તારમાં ધારા-144 લાગુ
- રિલિઝ પહેલા દબંગ-3નાં વિરુ્દ્ધમાં એકજૂટ થયા હિન્દુ સંગઠન, ફિલ્મનો કરશે બહિષ્કાર
- જો હજી સુધી ITR દાખલ ન કર્યુ હોય તો 31 ડિસેમ્બર સુધીમાં કરી દો ફાઈલ, બાદમાં આપવો પડશે મોટો દંડ