GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ભોજન પોલિટીક્સ : અમિત શાહે ચીલો ચાતર્યો કેજરીવાલે ગુજરાતમાં વધાવી લીધો, હવે વાલ્મિકી યુવાનના ઘરે જમવા આવશે

ગુજરાતમાં હવે ભોજન પોલિટીક્સ શરૂ થયું છે. દલિત અને વાલ્મિકી સમાજના યુવાઓના ઘરે જમવાનું આમંત્રણ સ્વીકારી કેજરીવાલ પોતાની વોટબેંક સાધી રહ્યાં છે. માહેર ખેલાડી ગણાતા કેજરીવાલે ગઈકાલે હર્ષ સોલંકી નામના સફાઈ કામદારને દિલ્હી પોતાના ઘરે જમવા માટેનું આમંત્રણ આપી આજે સ્પેશ્યલ ફ્લાઈટમાં દિલ્હી તેડાવ્યો હતો. ગુજરાતના સફાઈ કામદારા હર્ષ સોલંકી સાથે સહ પરિવાર જમી કેજરીવાલે ભાજપને આડકતરો મેસેજ આપ્યો છે. આ ફોટોગ્રાફ વાયરલ થતાં લોકો મોદી પર તૂટી પડ્યા હતા. બહેનોના ભાઈ કહેવાતા મોદીએ ક્યારેય કોઈ બહેનને જમવા માટે દિલ્હી તેડાવી નથી. કેજરીવાલ ચૂંટણી સમયે ભલે આ નૌટંકી કરી રહ્યાં છે પણ એક સીએમની સાથે જમવાનું આમંત્રણ મળતાં ગુજરાતનો સફાઈ કામદાર રીતસરનો રડી પડ્યો હતો. હવે કેજરીવાલ એના ઘરે જમવા જવાના છે. આમ ગુજરાતમાં હવે ભોજન પોલિટીક્સ શરૂ થયું છે. બંગાળ અને બિહારમાં અમિત શાહ આ કરી ચૂક્યા છે જેનો ચીલો કેજરીવાલે ગુજરાતમાં ચાતર્યો છે.

કેજરીવાલે હર્ષને ભેટીને શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલનું સ્વાગત અને તેમની આત્મીયતા જોઈને હર્ષ સોલંકી ભાવુક થઈ ગયા હતા. તેમણે સીએમ કેજરીવાલને બાબાસાહેબની એક તસવીર ભેટમાં આપી હતી. તેમણે બપોરે 01:30 કલાકે CM અરવિંદ કેજરીવાલ સાથે લંચ કર્યું હતું. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યે તેઓ સરકારી હોસ્પિટલ જોવા માટે રવાના થયા હતા. ત્યારબાદ સાંજે 6:30 કલાકે દિલ્હીથી ગુજરાત પરત ફરવા નીકળશે.

કેજરીવાલે રવિવારના રોજ અમદાવાદમાં ટાઉનહોલ મિટિંગ દરમિયાન સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પોતાના ઘરે જમવા માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ સફાઈ કર્મચારી અને તેનો આખો પરિવાર સોમવારના રોજ સવારે દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યો હતા. ત્યાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ તેમનું સ્વાગત કર્યું હતું. પંજાબ ભવનમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલે સફાઈ કર્મચારી અને તેના પરિવારની અવર-જવરની વ્યવસ્થા પોતાના તરફથી કરી હતી. દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચતા જ હર્ષે કહ્યું હતું કે, ‘મને ઘરે લંચ માટે આમંત્રણ આપવા બદલ હું મુખ્યમંત્રી કેજરીવાલનો આભાર માનું છું. આવું ક્યારેય નહોતું વિચાર્યું. લાગી રહ્યું છે કે જાણે ખુલ્લી આંખે સપનુ જોઈ રહ્યો છું. અમને દૃઢ આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મિકી સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.’

કેજરીવાલે અમદાવાદના સફાઈ કર્મચારીને લંચ માટે આમંત્રણ આપ્યું હતું.

રવિવારના રોજ ગુજરાતના અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન એક યુવકે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું હતું. કેજરીવાલે આમંત્રણનો સ્વીકાર કરીને કહ્યું હતું કે, તમારે પહેલા આખા પરિવાર સાથે દિલ્હી સ્થિત મારા ઘરે આવીને ભોજન કરવું પડશે. હું જ્યારે મારા આગામી પ્રવાસ માટે ગુજરાત આવીશ ત્યારે તમારા ઘરે જમીશ.

વાતચીત દરમિયાન હર્ષે કહ્યું હતું કે, 15 દિવસ પહેલા તમે ગુજરાતના પ્રવાસ દરમિયાન એક ઓટો ડ્રાઈવરના ઘરે જઈને ભોજન કર્યું હતું. તો શું તમે આવી રીતે એક વાલ્મિકી સમાજના વ્યક્તિના ઘરે પણ ભોજન કરશો. ત્યારે કેજરીવાલે સામે યુવકનું નામ પુછ્યુ હતું અને કહ્યું હતું કે, હું તમારા ઘરે ભોજન માટે જરૂર આવીશ પરંતુ આ અગાઉ મારો એક પ્રસ્તાવ છે. જો તમે પ્રસ્તાવ માનશો તો જ હું તમારા ઘરે ભોજન કરીશ. કેજરીવાલે કહ્યું હતું કે, મેં જોયું છે તમામ નેતાઓ ચૂંટણી અગાઉ દલિતોના ઘરે દેખાડો કરવા માટે ભોજન કરવા જતા હોય છે. આજ સુધી કોઈ નેતાએ કોઈ દલિતને પોતાના ઘરે ભોજન માટે નથી બોલાવ્યો. શું તમે મારા ઘરે લંચ માટે આવશો? આના ઉપર હર્ષે અરવિંદ કેજરીવાલનું આમંત્રણ સ્વીકારી લીધું હતું.

કેજરીવાલે કહ્યું હતું કે, કાલે હું તમારા આખા પરિવાર માટે એરોપ્લેનની ટિકિટ મોકલીશ. કાલે જ્યારે તમે દિલ્હી આવશો ત્યારે તમારા પરિવાર સાથે મારો પરિવાર પણ ભોજન કરશે. ત્યારબાદ હું જ્યારે પણ અમદાવાદ આવીશ ત્યારે તમારા ઘરે જમવા માટે આવીશ. હર્ષનો પરિવાર ગુજરાતથી ફ્લાઈટ દ્વારા સવારે 8:30 વાગે રવાના થયો હતો અને 10:30 વાગે દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યો હતો. ત્યારબાદ તેઓ સીએમ કેજરીવાલાના ઘરે પહોચ્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલે હર્ષ અને તેના પરિવારનું સ્વાગત કર્યું હતું.

READ ALSO

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV