Last Updated on March 4, 2021 by pratik shah
મહારાષ્ટ્રના ભિવંડીમાં ૪૧ વર્ષના શખસે કોરોનાની રસી લીધા પછી વેક્સિનેશન સેન્ટરમાં જ તેનું મૃત્યુ થયું હતું. ભિવંડીના એક આંખના ડોક્ટરને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા સુખદેવ મહિપતી કિર્દને ગઇ કાલે કાળતઘર પરિસરન ભાગ્યનગરના વેક્સિનેશન સેન્ટરમાં રસી લીધા પછી તરત જ મૃત્યુ થયું હતું. હજી સુધી મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી.

હજી સુધી મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી
મહારાષ્ટ્રમાં ૩૫૫૯ દરદી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી ૨૦ લાખ ૪૩ હજાર ૩૪૯ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૯૩.૭૭ ટકા છે. રાજ્યમાં હાલમાં રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટી ગયું છે.
મહારાષ્ટ્રમાં ૩૫૫૯ દરદી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
રાજ્યમાં હાલમાં ૩,૬૦,૫૦૦ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને ૩૭૦૧ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઇમાં કોરોનાના નવા ૧૧૨૧ કેસ નોંધાયા છે. અને ૬ દરદીના મોત થયા હતા. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩,૨૮,૭૪૦ થઇ છે. જ્યારે મરણાંકની સંખ્યા ૧૧૪૮૨ થઇ છે.

વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.
મુંબઇમાં ૭૩૪ દરદીઓ સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી અત્યાર સુધી કોરોના ૩૦૬૩૭૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. જ્યારે કોરોના ૧૦૦૧૦ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.
READ ALSO
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
- હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક
- આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર
- પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ
