GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દગાખોર ચીન સામે ભારતે તૈયાર કરી રણનીતિ, ગલવાન ખીણમાં સેનાએ હાજર કરી આ ટેન્ક કે જેનો જવાબ નહી આપી શકે કોઈ

ગલવાન ખીણમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે લોહીયાળ અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જેટલા જવાનો શહીદ થઈ ગયાં છે. ત્યારે દેશમાં પણ ચીનની વસ્તુઓને બોયકોટ કરવા માટે વિવિધ લોકો દ્વારા વિવિધ રીતે અભિયાન હાથ ધરાયું છે. તો સરહદ ઉપર વારંવાર દગાખોરી કરતી ચીનની હરકત સામે ભારતે લાલ આંખ કરી છે. સરહદ ઉપર થતી ચીનની તમામ હરકત ઉપર સૈન્ય દ્વારા નજર રખાઈ રહી છે. તો હવે ગલવાન ખીણમાં આક્રમક ભિષ્મ ટેન્કને હાજર કરી દીધી છે.

સૌથી અત્યાધુનિક છે ભિષ્મ ટેન્ક

ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ થયો હતો. એ પછી બંને દેશો વચ્ચે લદ્દાખ મોરચે તનાવ યથાવત છે. જો કે ભારતે ચીનની સામે બાંયો ચઢાવી છે. જેના પરિણામ સ્વરૂપે જ્યાં ભારત અને ચીનની સેના વચ્ચે સંઘર્ષ થયો હતો તે ગલવાન ખીણમાં હવે ભારતીય સેનાએ પોતાની 6 અત્યાધુનિક ભિષ્મ ટેન્ક તૈનાત કરી દીધી છે. તેની સાથે સાથે ચીનની ટેન્કોને માત આપવા માટે ટોપ ઓફ ધ લાઈન ટેન્ક વિરોધી મિસાઈલ સિસ્ટમ પણ ઉતારી છે. આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ સૈનિકો પોતાના ખભા પર મુકીને કરી શકે તેમ છે. ભિષ્મ ટેન્ક મૂળે રશિયાની ટી-90 ટેન્ક છે. જે ભારતીય સેનાના ટેન્ક કાફલામાં સૌથી અત્યાધુનિક ટેન્ક છે. જે ચીનની કોઈ પણ ગુસ્તાખીનો આકરો જવાબ આપવા સક્ષમ છે. ભારતે પૂર્વ લદ્દાખમાં સાથે સાથે 155 એમએમની હોવિત્ઝર તોપો પણ તૈનાત કરી છે. ચુશુલ સેક્ટરમાં ટેન્કોની બે રેજિમેન્ટને ઉતારવામાં આવી છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!