આ કારણથી અમિતાભ બચ્ચન ભોજન પીરસતા હતા, તમારા મનનો વહેમ ભાંગી જશે

દેશનાં સૌથી મોટી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્નમાં બધા મોટા રાજકીય અને ફિલ્મી લોકોએ ભાગ લીધો હતો. તાજેતરમાં આ લગ્નના એક વિડિયો સામે આવ્યો હતો જેમાં ઇશા અંબાણીનાં લગ્નમાં અમિતભ બચ્ચન, શાહરૂખ ખાન, એશ્વર્યા રાય અને આમિર ખાન જેવા મોટા સિતારાઓ મહેમાનોને ભોજન પીરસતા હતા. લોકો આ વિડિયોની ટીકા કરે છે. માટે જેના પર અભિષેક બચ્ચને જવાબ આપ્યો છે.

એક ટ્વિટર યુઝરે પ્રશ્ન ઉઠાવ્યો કે અંબાણીનાં લગ્નમાં આમિર ખાન અને અમિતભ બચ્ચન ભોજન શા માટે પીરસતા હતા. તેના જવાબમાં અભિષેક બચ્ચને ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું છે કે ‘એક સજ્જન ઘોટ ‘નામની પરંપરા છે. જેમાં કન્યાનાં ઘરનાં લોકો વરરાજાનાં ઘરના લોકોને અને મહેમાનોને ભોજન પીરસતા હોય છે અને એક પરંપરા લગ્નનો જ ભાગ છે.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter