GSTV

બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી રહ્યો હતો આ શખ્સ અન્યનાં રૂપિયા, બોલ્યો મને લાગ્યું કે મોદીજીએ મોકલ્યા

મધ્યપ્રદેશનાં ભિંડમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. ભિંડ જીલ્લાનાં આલમપુર ગામમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં એક જ ખાતા નંબર બે લોકોને અલોટ કરી દીધા. એટલેકે એકાઉન્ટ નંબર એક અને ખાતા ધારકો બે સાથે સાથે બેન્કે પાસબુક પણ આપી અને તેમાં કસ્ટમર નંબર પણ એક જ લખ્યો હતો. પછી શરૂ થઈ ગૂંચવણો, જાણો સમગ્ર મામલો છે શું

થયું એવું કે આ એકાઉન્ટમાં એક ગ્રાહક રૂપિયા સતત નાખી રહ્યો અને અન્ય ગ્રાહક તેને સરકારી રૂપિયા સમજીને બહાર નિકાળી રહ્યો હતો. આવું સતત 6 મહિના સુધી ચાલતું રહ્યું આ છ મહિનામાં 89 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. આલમપુરમાં રૂરઈ ગામ છે ત્યાં રહે છે હુકુમ સિંહ તેમણે SBIની આલમપુર બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતુ. તેમને બેન્કે 12 નવેમ્બર 2018માં પાસબુક મળી હતી. ત્યાર પછી તેઓ હરિયાણા જતા રહ્યા હતા. ત્યાં મહેનતના રૂપિયાની કમાણી કરતા રહ્યા અને એકાઉન્ટમાં જમા કરતા રહ્યા હતા. તેઓ 16 ઓક્ટોમ્બર 2019માં ગામ પાછા આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમના એકાઉન્ટમાંથી 89 હજાર ઉપડી ગયા છે.

હુકમ સિંહ તત્કાલિક આ મામલો લઈને એસબીઆઈનાં બ્રાન્ચ મેનેજર રાજેશ સોનકર પાસે પહોંચ્યા હતા. તપાસ કરતા ખબર પડી કે એક જ એકાઉન્ટ 2 લોકોને એલોટ કરવામાં આવ્યો છે. આ એકાઉન્ટનો બીજો માલિક રોની ગામનો હુકમ સિંહ બધેલ છે. તેમણે 23 મે 2016ના રોજ પાસબુક મળી હતી. એટલેકે હરિયાણા વાળા હુકુમ સિંહનાં ખાતા ખોલવાનાથી પમ ઘણા પહેલા

પછી બન્ને હુકમ સિંહોને બેન્કમાં બોલાયા હતા. હુકુમ સિંહ બઘેલે જણાવ્યું કે રૂપિયા નિકાળવા માટે આધાર કિયોસ્ક સેન્ટર પર જઈને બાયોમીટ્રિક મશઈનમાં અંગૂઠો લગાવીને રૂપિયા નિકાળતા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ખાતામાં પૈસા નાખી નહોતા રહ્યા તો તમે નિકાળતા કયા હકથી હતા.

ત્યારે હુકમ સિંહ બધેલે જણાવ્યું હતું કે મને લાગ્યું કે મોદીજી રૂપિયા એકાઉન્ટમાં નાખી રહ્યા છે. તેટલા માટે હું નિકાળી રહ્યો હતો. પછી બેન્કે સાદા કાગળ પર હુકમ સિંહ બધેલ પાસે લખાયું કે તે હુકમ સિંહને ત્રણ હપ્તામાં 89 હજાર રૂપિયા પાછા આપશે. બધેલે કાગળ પર અંગૂઠો લગાવીને કહ્યું કે હું તમામ રૂપિયા પાછા આપિ દઈશ ત્યાર પછી સમગ્ર મામલો શાંત થયો હતો.

READ ALSO

Related posts

વણસી રહેલી પૂરની સ્થિતિ વચ્ચે આસામના 2.83 લાખ લોકો અસરગ્રસ્ત, લોકમાતા બ્રહ્મપુત્રા ભયજનક સપાટીથી ઉપર

pratik shah

સાવધાન! લોન રીસ્ટ્રક્ચર કરાવી તો રેટિંગમાં લાગી જશે આ થપ્પો, પછી પડશે આ મુશ્કેલીઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!