GSTV

ભીમા કોરેગાંવ મામલો: ગૌતમ નવલખાનને સુપ્રિમ કોર્ટે આપી રાહત, 15 ઓક્ટોબર સુધી ધરપકડ નહી થાય

Last Updated on October 4, 2019 by Mansi Patel

ભીમા કોરેગાંવ મામલે આરોપી લેખક ગૌતમ નવલખાને ધરપકડમાંથી રાહત મળી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સરકાર ગૌતમ નવલખા વિરૂદ્ધ પૂરાવા આપે.

જેથી આ મામલે વધુ સુનાવણી 15મી ઓક્ટોબરે કરવામાં આવશે.  આ પહેલા કોર્ટની એક ખંડપીઠે ગૌતમ નવલખાની સુનાવણ કરવાનો ઇનકાર કર્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે નવલખાને ભીમા કોરેગાવ હિંસામાં આરોપી બનાવ્યા છે.

જેથી નવલખાએ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમા કરી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા બોમ્બે હાઈકોર્ટે નવલખાની અરજીને ફગાવી હતી.

બોમ્બે હાઈકોર્ટે એફઆઈઆર રદ્દ કરવાની અરજી ફગાવતા નવલખાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

ચમયચક્ર બદલાયું / એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું, અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!