GSTV
Home » News » ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

વર્ષ 2018માં ભીમા કોરેગામમાં થયેલી હિંસા સાથે જોડાયેલા તમામ કેસની તપાસ હવે NIA (National Investigation Agency)સોંપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે આ કેસ અંગે એક દિવસ પહેલા જ પોલીસ સાથે મળીને રિવ્યું બેઠક યોજી હતી.

NIA (National Investigation Agency)ને આ કેસની તપાસ સોંપ્યા બાદ મહારાષ્ટ્રના વિકાસ અઘાડી સરકાર અને કેન્દ્ર વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે, આ અંગે અમને કંઈ પુંછવામાં આવ્યું નથી. મહારાષ્ટ્ર સરકારે કરેલી રિવ્યું બેઠકમાં તપાસ કેસ પાછા લેવા અને SITને તપાસ સોંપવાની ચર્ચા કરવામાં આવી હતી.

એક દિવસ પહેલા જ થઈ હતી આ કેસની રિવ્યું બેઠક

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કોરેગામ હિંસા મામલે સમીક્ષા કરવા માટે ગુરૂવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ 1 જાન્યુઆરી 2018ના રોજ થયેલી હિંસા મામલે તપાસના અણસાર આપ્યા છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીની આ મહત્વની યોજના પર સાંસદોએ પાણી ફેરવી નાખ્યું

Pravin Makwana

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva

CAA ના વિરોધ વચ્ચે ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની સંખ્યાને લઈને વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!