GSTV
Home » News » ભીમા કોરેગાવ કેસ : પૂણેની સેશન કોર્ટે 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી

ભીમા કોરેગાવ કેસ : પૂણેની સેશન કોર્ટે 6 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી

ભીમા કોરેગાવ હિંસા કેસમાં પૂણેની સેશન કોર્ટે છ આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી છે. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની અરજી બોમ્બે હાઇકોર્ટે પણ ફગાવી દીધી હતી.

જે બાદ બુધવારે છ અન્ય આરોપીઓની અરજીને પૂણે સેશન કોર્ટે ફગાવી. કોર્ટ સમક્ષ અરજી દાખલ કરનારા આરોપીઓમાં શોમા સેન, સુરેન્દ્ર ગાડલિંગ, રોના વિલ્સન, સુધીર ધવલે, વરવરા રાવ અને મહેશ રાઉત સામેલ છે.

આ તમામની અરજીને કોર્ટે ફગાવી દીધી. આ ઉપરાંત  ત્રણ અન્ય આરોપીઓ સુધા ભારદ્વાજ, વર્નન ગોન્સાલ્વેજ, અને અરૂણ ફરેરાએ પણ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ કોર્ટે આ ત્રણેય અરજીઓ પર દલીલો સાંભળવાથી ઇન્કાર કરી દીધો હતો.

READ ALSO

Related posts

ભરી સભામાં પાકિસ્તાની મંત્રીએ ધમકાવી નાખ્યું પોતાના વિદેશ મંત્રાલયને, કર્યું બહુ અપમાન

NIsha Patel

ખુશખબર! કૉલિંગ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ, બસ ફોનમાં કરી લો આ નાનકડી સેટિંગ

Bansari

યુજવેન્દ્ર ચહલે કહ્યું કઈંક એવું કે, રોહિત શર્માએ કહ્યું- આજે હું તને ડિનર પર લઈ જઈશ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!