GSTV

જલ્દી કરો! Free મેળવો 5 લીટર પેટ્રોલ, આ બેન્ક આપી રહી છે ઑફર

Last Updated on November 20, 2018 by Bansari

દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એટલે કે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા એક મોટી ઑફર લઇને વી છે. બેન્ક તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, આઇઓસી (ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન)ના કોઇપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ જો તમે ભીમ એપ પરથી પેમેન્ટ કરશો તો તમારી પાસે ફ્રીમાં 5 લીટર પેટ્રોલ સુધી પેટ્રોલ મેળવવાની તક છે.

જણાવી દઇએ કે ભીમ એપનું પૂરુ નામ ભારત ઇન્ટરફેસ ફૉર મની છે. ભીમ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ બનાવી છે. જે યૂપીઆઇ પર કામ કરે છે. યૂપીઆઇ IMPS ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરે છે અને તેના દ્વારા એક બેન્કમાંથી બીજી બેન્કમાં સ્માર્ટફોન દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ છે ફ્રીમાં ફ્યૂલ મેળવવાની પ્રોસેસ

એસબીઆઇની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિત અનુસાર, ગ્રાહકોએ પેટ્રોલ ભરાવતી વખતે ભીમ એપથી પેમેન્ટ કરવાનું રહેશે. ઓછામાં ઓછા 100 રૂપિયા ખર્ચ કરવા પડશે.

ભીમ એપ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટનો નંબર માં લખીને ફોન નંબર 9222222084 પર એસએમએસ મોકલવાનો રહેશે. તેમાં એસએમએસના નૉર્મલ ચાર્જીસ લાગશે. તે બાદ જો તમે ભાગ્યશાળી હશો તો તમને ફ્રીમાં પેટ્રોલ મળશે. તેની જાણકારી તમને ફોન દ્વારા જ મળતી રહેશે.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે તમે એસબીઆઇ તરફથી આપવામાં આવેલી આ ઑફરની લિંક પર ક્લિક કરી શકો છો.

https://bank.sbi/portal/documents/37947/14561602/Cashback+Offer+at+Indian+Oil+outlets.pdf/87b1c857-0ccc-410f-9046-fbefe675b0b6

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!