GSTV

કોંગ્રસે છેલ્લા 60 વર્ષમાં દલિતો માટે કંઇ જ કર્યુ નથી : ભીમ આર્મી

Last Updated on March 18, 2019 by

ભીમ આર્મીએ કહ્યું હતું કે કોંગ્રસે છેલ્લા ૬૦ વર્ષમાં દલિતો માટે કંઇ જ કર્યુ નથી અને એટલા માટે જ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવાનો સવાલ જ ઊભો થતો નથી, એમ ભીમ આર્મીના વડા વિનય રતન સિંહે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ચંદ્રશેખર આઝાદની મેરઠની એક હોસ્પિટલમાં  લીધેલી મુલાકાતના બીજા જ દિવસે કહ્યું હતું. પ્રિયંકાની મુલાકાત દલિતોના મત મેળવવાની કવાયત મનાય છે.

કોંગ્રેસે ભીમરાવ આંબેડકર સામે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. કોંગ્રેસે દેશ પર ૬૦ વર્ષ સુધી રાજ કર્યું હતું, પરંતુ  અમારા માટે એણે કંઇ જ કર્યું નથી. તેમના શાસનમાં જ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. કોંગ્રેસે જ આરએસએસ અને ભાજપને જન્મ આપ્યો હતો. એટલા માટે જ કોંગ્રેસને ટેકો આપવાનો સવાલ જ નથી’એમ સિંહે કહ્યું હતું. ‘પ્રિયંકાએ ચંદ્રશેખરને મળવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે ના પાડી હતી. ત્યાર પછી ખાસ વિનંતી કરી થોડી મિનિટો માટે જ તેઓ આવ્યા હતા’એમ તેમણે ઉમેર્યું હતું.

દલિત જુથના સ્થાપક ચંદ્રશેખર આઝાદે પાટનગર દિલ્હીમાં એક રેલીમાં જાહેરાત કરી હતી કે તેઓ વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે અને કોંગ્રેસ સહિત જે પક્ષો તેમને ટેકો આપવા ઇચ્છતા હોય તેઓ આવકાર્ય છે. પ્રદેશમાં અન્ય બેઠકો પર તેમના કાર્યકરો સપા-બસપાના ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે, એવું કહીને તેમણે સપા-બસપાનો ટેકો માગ્યો હતો.

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!