GSTV

નાગરિકતા સંશોધન કાયદો એટલે એસસી-એસટી એક્ટનું ઉલ્લંઘન, ભીમ આર્મી સુપ્રીમમાં પહોંચી

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે પણ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન કાયદો એસસી-એસટી એક્ટનું ઉલ્લંઘન કરે છે. ભીમ આર્મી ચીફ સતત આ કાયદાને લઈને વિરોધ કરી રહી છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યાં છે.

ચંદ્રશેખર આઝાદે હાલમાં જ જામા મસ્જિદ પર CAA વિરૂદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જે બાદ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. ઘણાં લાંબા સમય સુધી તિહાડ જેલમાં રહ્યાં બાદ કોર્ટે તેને સશર્ત જામીન આપ્યાં હતા. ભીમ આર્મીના ચીફને પહેલાં ચાર અઠવાડીયા માટે દિલ્હીથી બહાર રહેવાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તીસહજારી કોર્ટે તેમને કેટલીક શર્તો સાથે દિલ્હી આવવાની મંજૂરી આપી દીધી છે.

આ પહેલા સુપ્રિમ કોર્ટમાં નાગરિકતા સંશોધના કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં 142 અરજીઓ પર આજે સુનાવણી કરવામાં આવી છે. આ ફરીયાદોને સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે નાગરિકતા સંશોધન કાયદા પર રોક લગાવવાની મનાઈ કરી દીધી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ચાર અઠવાડીયામાં જવાબ માગ્યો છે. કોર્ટે અસમ સંબંધિત અરજીઓનો જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને બે અઠવાડિયા આપ્યા હતા. આ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેચ દ્વારા કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!