GSTV
Home » News » લોકસભાનાં ડિપ્ટી સ્પિકર પદ માટે શિવસેના પાંચ વખત MP રહેલા મહિલા ઉમેદવારનાં નામનો પ્રસ્તાવ રજુ કરશે

લોકસભાનાં ડિપ્ટી સ્પિકર પદ માટે શિવસેના પાંચ વખત MP રહેલા મહિલા ઉમેદવારનાં નામનો પ્રસ્તાવ રજુ કરશે

લોકસભામાં, ડેપ્યુટી સ્પીકરના પોસ્ટ પર શિવસેના ભાવના ગવળીનું નામ આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શિવસેનાએ આ દિશામાં પોતાની રૂચી બતાવી છે. મહારાષ્ટ્રની યવતમાલ-વાશિમ સંસદીય મતવિસ્તારમાં પાંચમી વાર એમપી બન્યાં છે. તેમણે વાશિમ લોકસભા બેઠકથી બે વખત અને યવતમાલ-વાશિમ લોકસભા બેઠક પરથી ત્રણ વખત જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે અમારી આ માંગ નથી, તે અમારો નેચરલ દાવો અને અધિકાર છે.

આ પોસ્ટ્સ શિવસેનાને જ મળવી જોઈએ. જેમાં તેમણે જણાવ્યું હતુંકે પટનાયક નાયબ સ્પીકર પદની ઈચ્છતા ધરાવતા નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નાયબ સ્પીકર પદ માટે બીજુ જનતા દળ (બીજેડી)ના સભ્યને લાવવા માંગતી હતી, પરંતુ બીજેડીએ આ પોસ્ટ સ્વીકારવા માટે રાજી નથી કારણ કે તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને સાથે એક સમાન સંબંધ જાળવી રાખવા માટે માંગે છે.

આ ઉપરાંત, વાયએસઆર કોંગ્રેસને પણ ડેપ્યુટી સ્પીકર પોસ્ટની ઓફર કરી હતી, YSR કોંગ્રેસે આપદ માટે શર્ત રાખી હતી. વાયએસઆર કોંગ્રેસ કહે છે કે જ્યાં સુધી કેન્દ્ર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો નથી ત્યાં સુધી અમે ડેપ્યુટી સ્પીકરના પદને સ્વીકાર કરીશું નહી.ડિપ્ટી સ્પીકરની પોસ્ટ પર વિરોધ પક્ષનો અધિકાર હોય છે.

પરંતુ આ પરંપરા પણ અગાઉની મોદી સરકાર-1 દ્વારા બદલવામાં આવી છે. મોદી સરકારના કાર્યકાળ-01માં ડેપ્યુટી સ્પીકરનો પોસ્ટ એઆઇએડીએમકેના એમ. થંબીદૂરાઈની પાસે હતું.

ત્યારે વિરોધ પક્ષે એવો આરોપ મૂક્યો હતો કે મોદી સરકાર તરફથી AIADMKનું વલણ નરમ છે, તેથી જ તેમને આ પોસ્ટ આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં PM મોદીનું સંબોધન, ભારત અને ભૂતાનના સંબંઘો વિશે કહી આ વાત

Arohi

ભારે વરસાદથી આવક ઘટતા શાકભાજીના ભાવો વધ્યાં

Arohi

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 40નાં મોત 100થી વઘુ ઘાયલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!