GSTV
Gujarat Government Advertisement

ભાવનગરની રથયાત્રાને લઇને તૈયારીઓ પૂર્ણ, 500થી વધુ સીસીટીવી દ્વારા રખાશે નજર

Last Updated on July 2, 2019 by

સમગ્ર રાજ્યમાં બીજા નંબરની ભવ્ય રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ભાવનગરની રથયાત્રાને લઇને પોલીસતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી છે. જેમાં પોલીસ તંત્ર દ્વારા પોઈન્ટની ફાળવણી કરી દેવામાં આવી છે. ભાવનગરમાં પણ જગતનો નાથ નગચર્યાએ નીકળે છે. ૧૭ કિલોમીટર લાંબા રૂટ પર રથયાત્રા સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પોલીસ તંત્રએ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે..જે અંતર્ગત ભાવનગરના અક્ષરવાડી ખાતેથી પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમના પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે.

રથયાત્રા બંદોબસ્ત

  • ભાવનગર રેન્જ આઇજી
  • પોલીસ સુપ્રિન્ટેડન્ટ
  • ૧૬ ડીવાયએસપી
  • ૩૪ પીઆઇ
  • ૧૩૦ પીએસઆઇ
  • ૨૦૦ મહિલા પો.કર્મી
  • ૫ એસ.આર.પી કંપની
  • ૧ બીએસએફ કંપની
  • રેપીડ એકશન ફોર્સ
  • ૨૮ ઘોડેસવાર
  • હોમગાર્ડ
  • ટ્રાફિક પોલીસ સહિતનો કુલ ૩૧૧૫નો સ્ટાફ

રથયાત્રા રૂટમાં વિડીઓ ગ્રાફર દ્વારા તેમજ ડ્રોન કેમેરા દ્વારા રેકોર્ડીંગ તેમજ શહેરના માર્ગો પર લાગેલા ૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરા પણ રથયાત્રા સમયે નજર રાખશે. રથયાત્રા ના રૂટ પર ૧૨ ટાવરો તેમજ ધાબા પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. સમગ્ર રથયાત્રા રૂટને ૭ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે જેમાં સેન્સેટીવ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા દબાણને દૂર કરીને તેમજ આવારા તત્વો પર નજર રાખીને રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તાઉ તે તબાહી / મુંબઈમાં માર્ગ પરથી પસાર થતી મહિલા પર પડ્યું ઝાડ, વીડીયો થયો વાયરલ

Harshad Patel

કુદરતી આફત પછી માનવીય મુશ્કેલી/ અમદાવાદ સિવિલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર, રાજ્ય સરકાર સામે આ માંગ રાખી

Bansari

કેજરીવાલે કહ્યું – સિંગાપોરથી આવેલ નવો વાયરસ ખતરનાક, ફ્લાઇટો રદ્દ કરો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!