ભાવનગરનાં રામભાઈને સિંહણે ફાડી ખાધા, થયું હતું એવુ કે….

ભાવનગરના મહુવામાં સિંહે માછીમારને ફાડી ખાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પીંગળેશ્વર મહાદેવ મંદિર પાસે માછીમારને સિંહે ફાડી ખાધો હતો. સિંહના નવા ઘર તરીકે પ્રખ્યાત ભાવનગર જિલ્લામાં સિંહ દ્વારા માનવી પર હુમલાની ઘટના હજુ સુધી બની નથી.

પરંતુ ગત રાતે ગુજરડા ગામ નજીક દરિયા કિનારા વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા રામભાઈ ચુડાસમા તેમના રહેણાંક તરફ જઈ રહ્યા હતા ત્યારે સિંહણ તેના બચ્ચા સાથે નીકળી હશે અને તે સમયે રામભાઈને તેનો ભેટો થઈ જતા સિંહણ તેમના પર હુમલો કરી ઉપાડી ગઈ હતી. જે બાદ સ્થાનિકો દ્વારા તેની શોધખોળ કરતા ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter