ભાવનગરના નવા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં આ વર્ષે ઈતિહાસ રચ્યો, જાણો સમગ્ર સમચાર

Bhavnagar GMB Port

છેલ્લા કેટલાક વર્ષોથી મૃતપાય બનેલા ભાવનગરના નવા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં આ વર્ષે ઈતિહાસ સર્જ્યો છે. જીએમબી હસ્તકાન કોલગેટવાલા આ બંદર ખાતે કાર્ગોની આવકમાં વધારો થઇ રહ્યો છે અને જેને લઈને ભાવનગરના નવાના વિકાસના દ્વાર ખુલ્યા છે, ભાવનગર બંદરે મુખ્યત્વે લાઇમ સ્ટોન, કોલસો અને પેટકોકની આયાત થાય છે તથા પથ્થર અને મીઠાની નિકાસ થાય છે.

વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ભાવનગર બંદરે ૨૪.૨૫ લાખ મેટ્રિક ટન કાર્ગો ઉતર્યો હતો અને તે સૌથી વધુ આંક હતો. પરંતુ આ વર્ષે તે રેકોર્ડ તોડી નાખ્યો છે અને ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ૨૭.૨૬ લાખ મેટ્રિક ટન કાર્ગો આવી ચૂક્યો છે અને માર્ચ મહિનામાં હજુ ૨.૫ લાખ ટન કાર્ગો આવી રહ્યો છે. 

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા કાયમી ધોરણે બંદરની સુરક્ષા માટે હથિયારધારી એસ.આર.પી. પણ મુકવામાં આવી છે, જે  ૬૦ જવાનોની ટુકડી ૨૪કલાક જુદા જુદા પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter