GSTV

ભાવનગર ITIમાં નોકરી કરતી મહિલાને પ્રિન્સીપાલે કર્યા અડપલાં, ચેમ્બરમાં વારંવાર કરતા હતા આવું…

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી મહિલા આઈ.ટી.આઈમાં કામ કરતી એક મહિલા કર્મચારીએ આઈટીઆઈના પ્રિન્સીપાલ સામે શારીરિક અડપલા કરી અભદ્ર માંગણી કરવાની ફરિયાદ દાખલ કરાઇ હતી. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી મહિલા આઈ.ટી.આઈ બેના પ્રિન્સીપાલ મનોજ ધાંધલિયા સામે આ ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે તે નિયમિત અને સમયસર પોતાની ફરજ પર આવતી હોવા છતાં હાજરી પત્રકમાં ખોટો સમય નાખી તેમજ વારંવાર કોઈને કોઈ કારણોસર પ્રિન્સીપાલ તેણી ને તેની ચેમ્બરમાં બોલાવી તાબે થવા દબાણ કરતા હતા. છેલ્લા ચાર માસથી આ સતામણી છતા આઈટીઆઈનું નામ ખરાબ ના થાય તે માટે મૌન રહી હતી. તેમ છતા સતામણી વધતા આખરે મહિલાએ અભયમ હેલ્પ લાઇનની મદદ લીધી હતી.

 

Related posts

દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની

Karan

વારંવાર મકાનોની અદલાબદલી કરો છો તો ના કરો ચિંતા : કોઈ પણ ડોક્યુમેન્ટ વિના પણ Aadhaarમાં બદલી શકશો સરનામું, આ છે પ્રક્રિયા

Pravin Makwana

અતિ કામનું/ Whatsappમાં મેસેજ ટાઈપ કર્યા વિના આ રીતે મોકલી શકાય છે મેસેજ, ટાઈપ કરવાની પણ નહીં પડે જરૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!