GSTV
Home » News » ભાવનગરમાં આ કારણે સર્જાઈ શકે છે તારાજી, રાજાશાહી સમયની દિવાલ બની શકે છે આફત

ભાવનગરમાં આ કારણે સર્જાઈ શકે છે તારાજી, રાજાશાહી સમયની દિવાલ બની શકે છે આફત

ભાવનગરમાં ઘોઘાની તૂટેલી દીવાલ ગમે ત્યારે તારાજી સર્જી શકે છે..ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘુસી ન જાય તે માટે રાજાશાહી સમયમાં આ દીવાલ બનાવવામાં આવી હતી. હાલ આ દીવાલ ત્રણ સરકારી વિભાગો વચ્ચે ગોથા ખાઈ રહી છે. જીએમબી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હસ્તક આ દીવાલ આવે છે. વર્ષોથી દીવાલ તૂટેલી છે. ત્યારે અમાસ અને પૂનમના હાઈ ટાઇડ સમયે ઘોઘા ગામમાં પાણી ઘુસી જાય છે. હાલ વાયુ વાવાઝોડાની દહેશત છે.ત્યારે ભારે વરસાદ કે દરિયામાં ઉંચા મોજ ઉછળે તો ઘોઘામાં તારાજી સર્જાઇ શકે છે.

ગોમતી ઘાટ ખાલી કરાવાયો

વાવાઝોડાના ખતરાના પગલે તંત્રએ ગોમતી ઘાટ ખાલી કરાવ્યો છે. સુરક્ષાના ભાગ રૂપે ગોમતી ઘાટ પર તંત્રએ અવરજવર પર પ્રતિબંધ મુકીને ગોમતી નદી તથા સમુદ્ર ફરતે પોલિસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. યાત્રિકો ભાવિકો વગર પવિત્ર ગોમતી ઘાટ ખાલી થતાં સુમસામ દેખાઇ રહ્યો છે. તંત્રની મનાઈને લીધે ભાવિકોને ગોમતી સ્નાન તથા બેટ દ્વારકા દર્શન વગર પરત ફરવું પડયું.

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર સજ્જ

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર સજ્જ બન્યું છે ત્યારે  ચેન્નાઇથી 6 એન.ડી આર.એફની ટીમ ગાંધીનગર એરલિફ્ટ કરાઈ છે .એર લીફ્ટ કર્યા બાદ ટીમોને જામનગર ખાતે કરાઈ સ્ટેન્ડ બાય રહેવાના આદેશ અપાયા. જયારે  બિહારના પટણાથી પણ એક ટીમને એર લીફ્ટ કરવામાં આવી છે. 10 જીલ્લાના કોસ્ટલ વિસ્તારમાં 120 એમ્બ્યુલન્સ રખાઈ સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે

મહિસાગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી

વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે મહિસાગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી. જીલ્લામાં ક્યારેક મધ્ય ધારે તો ક્યારેક મોટા ફોરાં સાથે મેઘરાજાની સવારી પહોંચતા મહિસાગર જીલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મૌસમના પહેલા વરસાદની મઝા બાળકોએ પણ માણી હતી.

READ ALSO

Related posts

અરવલ્લી જીલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓના હાલ બેહાલ

Nilesh Jethva

સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશીની 160મી જન્મ જયંતી, ગુજરાતી ભાષાને પોતાની કવિતાઓ થકી કરી સમૃદ્ધ

Path Shah

શીલા દીક્ષિતનો પાર્થિવદેહ પંચ મહાભૂતમાં વિલીન, લોકોએ ભીની આંખોએ આપી અંતિમ વિદાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!