GSTV

VIDEO : જૂઓ 11 વર્ષની સગીરાને અડપલાં કરતો ઢાંઢો, જીતુ વાઘાણીનો છે સંબંધી

ભાવનગરમાં 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કરતો વીડિયો વાયરલ થતા સનસની ફેલાઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સંબંધી સુરેશ શિવાભાઈ માધવાણીએ અડપલાં કર્યાનો આક્ષેપ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સુરેશ નામનો શખ્સ સગીરા સાથે અડપલાં કરી રહ્યો છે.

આમ તો આ ઘટના 11 જુલાઈની છે પરંતુ જીતુ વાઘાણીના સંબંધી પર આરોપ લાગ્યો હોવાથી રાજકીય દબાણને કારણે ફરિયાદ લેવામાં આવી નહોતી તેવો આક્ષેપ ફરિયાદી સમાજના આગેવાન દ્વારા કરાયો હતો. જો કે બાદમાં પોલીસે ફરિયાદ નોંધી સુરેશની ધરપકડ કરી લીધી છે.

સુરેશ શિવાભાઈ માધવાણી કુમુદવાડીમાં હીરાનું કારખાનું ચલાવે છે. સગીર બાળાના માતા-પિતા ત્યાં હીરા ઘસવા જાય છે. આ ઘટના બની તે દિવસે બાળકી તેમની સાથે કારખાને ગઈ હતી. તે સમયે તકનો ગેરલાભ ઊઠાવી સુરેશે સગીરાને અડપલાં કર્યા હતા. શરૂઆતમાં આ કેસમાં પોલીસ તુરંત ફરિયાદ લેવા તૈયાર થઈ નહી. જોકે બાદમાં ડી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સુરેશ નામનો શખ્સે સગીરાને અગાસીમાં લઈ ગયો હતો.અને ત્યાં અડપલા કર્યા હતા. સુરેશનીઆ પ્રકારની હરકતનો કોઈ શખ્સે વીડિયો ઉતારી વાયરલ કરતામામલો સામે આવ્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતના ખેડૂત પુત્રની બાસ્કેટ બોલની નેશનલ ટીમમાં થઈ પસંદગી, ભારતીય ટીમમાંથી બહેરીન રમવા માટે જશે

Karan

ભારતની સૌથી ખતરનાક મિસાઈલનું સફળ પરીક્ષણ : 4300 કિલોમીટરની રફ્તારથી ટાર્ગેટ પર કરશે હુમલો, બચવાનો નહીં મળે મોકો

pratik shah

મહામારીનો રાફડો ફાટતા સિવિલમાં વેન્ટિલર બેડમાં કરાયો વધારો, હજારથી વધુ દર્દીઓ છે દાખલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!