GSTV
Home » News » ભાવનગરનો આ માથા ફરેલ શિક્ષક જે રીતે બાળકો પર ફરી વળ્યો… તે જોઈ કદાચ તમને પણ ધ્રુજારી આવી જશે, જુઓ વીડિયો

ભાવનગરનો આ માથા ફરેલ શિક્ષક જે રીતે બાળકો પર ફરી વળ્યો… તે જોઈ કદાચ તમને પણ ધ્રુજારી આવી જશે, જુઓ વીડિયો

ભાવનગર તળાજાના માથાવડા ગામે શિક્ષકે માસુમને ઢોર માર માર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તે દ્રશ્યો જોઈને સૌ કોઈ શિક્ષક સામે ફિટકાર વરસાવી રહ્યા છે અને આજે શાળા ખાતે વાલીઓ એકત્ર થયેલા જોવા મળ્યા. પણ શિક્ષક તો પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે અને પોતાને બલીનો બકરો બનાવ્યો હોય તેવા આક્ષેપ કર્યા છે. મીડિયા દ્વારા આ મુદ્દાને ખોટો ચગાવવામાં આવ્યો હોવાનો પણ શિક્ષકે આરોપ લગાવ્યો છે. માર ખાનારા વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ કરી નથી. પરંતુ મીડિયા આ મુદ્દો ચગાવતા હોવાનો આક્ષેપ શિક્ષકે લગાવ્યો છે. તો ગામના સરપંચે અગાઉ પણ આ શિક્ષકનો ત્રાસ હોવાનો આરોપ લગાવ્યો.

માથાવડા સ્કુલના શૈતાની શિક્ષકના દ્રશ્યો જોઇને કદાચ આપના શરીરમાં ધ્રુજારી આવી જશે. ત્યારે વિચાર કરો કે એ વિદ્યાર્થીઓ પર શું વીતિ હશે. ત્યારે આ ગંભીર ઘટના ઘણા સવાલો ઉભા કરે છે. માથાવડા ગામની પ્રાથમિક શાળાના સીસીટીવી દ્રશ્યો જોઇને પહેલા જ કહેવું પડે કે આ કૃત્ય કરતા પહેલા આ શિક્ષક હાથ કેમ ન કાંપ્યા. આ ગંભીર ઘટનો વીડિયો વાયરલ થતા સમગ્ર ભાવનગર પંથક જ નહીં પરંતુ આખાયે ગુજરાતમાં ચકચાર જગાવી છે. ત્યારે આ ઘટના બાદ ચોક્કસપણે ઘેરા સવાલો ઉભા થઇ રહ્યા છે

નોંધનીય છે કે માથાવડા ગામની આ શાળામાં થોડા સમય પહેલા વિદ્યાર્થિની પર દુષ્કૃત્યની ઘટના બની હતી. આ ઘટનાનો આરોપી શિક્ષક હાલમાં જેલ હવાલે કરી દેવાયો છે ત્યારે માથાવડા ગામની આ બીજી ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ શિક્ષક સામે ચોક્કસપણે કડકમાં કડક પગલા ભરાવા જોઇએ. જેથી ભવિષ્યમાં આ ઘટનાથી બોધપાઠ લઇને બીજો કોઇ શિક્ષક આ રીતે શૈતાન ન બને.

Read Also

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!