GSTV

ભાવનગરમાં યમરાજ બનીને આવેલી બસે વિદ્યાર્થિનીના માથે ટાયર ફેરવી નાખ્યું

Last Updated on February 15, 2020 by Bansari

ભાવનગરમાં ફરી એકવાર સ્કૂલ બસ મોતની બસ સાબિત થઇ છે.શહેરની ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુલ શાળાની બસની ટક્કરે એક વિદ્યાર્થિનીનું મોત થયું છે.શહેરના ચિત્રા જીઆઇડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર નિત્યક્રમ મુજબ સ્કૂલેથી છુટી સ્કૂલ બસમાં ઘરે આવી હતી અને તેના દાદા તેને લેવા આવ્યા હતા.

જો કે સ્કૂલ બસમાથી વિદ્યાર્થીની ઉતરે તે પૂર્વે બસ ડ્રાઈવરે બેદરકારી પૂવૅક પોતાનું વાહન ચલાવી દેતા વિદ્યાર્થીની ફસડાઈ પડી હતી અને તેનું માથું વ્હીલ નીચે કચડાઈ જતાં માસુમ બાળકીનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું .

અકસ્માત સર્જીને બસચાલક ફરાર થઇ ગયો હતો.બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

દિવાતળે અંધારું: શહેરમાં મેલેરિયા ચેકીંગ કરતા તંત્રની કચેરીઓ ખદબદી રહી છે ગંદકીથી, મચ્છરો કરે છે રોજ પાર્ટી

Pritesh Mehta

હવે તો ધધમાર વરસો મેઘરાજા: રાજ્યમાં વરસાદી માહોલ છતાં ઓછો વરસાદ, 29% વરસાદની ઘટ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!