GSTV
Gujarat Government Advertisement

ભાવનગર ST ડેપોના કેશ રૂમમાંથી 8 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોકીદાર જ નીકળ્યો ચોર

Last Updated on January 29, 2020 by Mayur

ભાવનગરમાં ગઈકાલે એસટી ડેપોના કેશ રાખવાના રૂમમાં અંદાજીત 8 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી હતી. અને પોલીસે ચોરીનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે ચોરીને અંજામ આપનાર કોઈ બીજુ નહી પરંતુ ત્યાંનો ચોકીદાર પોતેજ હતો.

પોલીસને પહેલાથી આ મામલે ચોકીદારની ભૂમીકા શંકાસ્પદ લાગતી હતી જેથી તેમણે આગવી ઢબે તેની પૂછપરછ કરી. અને પૂછપરછમાં ચોકીદાર ભાંગી ગયો અને તેણે ચોરીની કબૂલાત આપી. ચોકીદારે તેની સાથે એક સાગરીત પણ રાખ્યો હતો. જે સગીર વયનો હતો. અને તેને કેશ રૂમની બહાર ઉભો રાખ્યો હતો. જેથી કોઈ પણ ત્યા આવે તે ચોકીદારને તુરંત જાણ કરે.

પરંતુ ચોકીદારની એક પણ ચાલાકી ન ચાલી અને હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. આ ચોરીની ઘટનામાં એક ઉલ્લેખનીય વાત એ છે કે ચોકીદારે તાળું તોડવાની રીત યુટ્યુબ પરથી જોઈ હતી. અને તે રીત અજમાવીને તેણે કેશ કેબીનનું તાળું તોડ્યું હતું. સમગ્ર મામલે પોલીસે હાલ ચોકીદાર અને તેના સાગરીતને દબોચી લીધા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!